HomeNationalજમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ કેટલા સૈનિકો શહીદ થયા અને કેટલા આતંકવાદીઓ માર્યા...

જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ કેટલા સૈનિકો શહીદ થયા અને કેટલા આતંકવાદીઓ માર્યા ગયા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને લગભગ અઢી વર્ષ થઈ ગયા છે. તો આજે આપણે જાણીએ છીએ કે કલમ 370 હટાવ્યા પછી કાશ્મીરની પરિસ્થિતિમાં કેટલો બદલાવ આવ્યો છે અને તેને હટાવ્યા પછી કેટલો ફરક આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા મોટા ફેરફારો થયા છે. આ ફેરફારોમાં કલમ 370 હટાવવાનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં જ સાંસદ નીરજ ડાંગીએ ગૃહ મંત્રાલયને પૂછ્યું છે કે કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓની સ્થિતિ શું છે. આના પર ગૃહ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે કલમ 370 નાબૂદ થયા બાદ શું બદલાવ આવ્યો છે.

સરકારે સંસદમાં 5 ઓગસ્ટ 2019 થી 26 જાન્યુઆરી 2022 સુધીના આંકડા રજૂ કર્યા છે. આ ડેટામાં આતંકવાદી ઘટનાઓ, શહીદોની સંખ્યા અને માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યાનો સમાવેશ થાય છે. સરકારના જણાવ્યા અનુસાર આ સમયમાં 541 આતંકવાદી ઘટનાઓ નોંધાઈ છે. આ આતંકવાદી ઘટનાઓમાં 98 નાગરિકોના મોત થયા હતા. તે જ સમયે, આતંકવાદી ગતિવિધિઓ વિરુદ્ધ સેનાના ઓપરેશનમાં 439 આતંકવાદીઓ માર્યા ગયા છે. જો શહીદોની વાત કરીએ તો આ ઘટનાઓમાં સુરક્ષા દળના 109 જવાન શહીદ થયા છે. જોકે, જમ્મુ કાશ્મીરમાં સતત વધી રહેલા હુમલાને કારણે હજુ પણ રાજ્યને સૌથી વધારે સંવેદનશીલ માનવામાં આવે છે. છેલ્લા એક મહિનામાં સાત મોટા સર્ચ ઓપરેશન અને ફાયરિંગની ઘટનાઓથી હજું પણ ત્યાંનું કોઈ ટુરિઝમ વિકસ્યુ નથી. સતત તંગ બની રહેલી સ્થિતિ વચ્ચે બીજી બાજું પાડોશી દેશ ચીને પણ ઉપાડો લીધો છે. થોડા સમય પહેલા તેમણે એક ભારતીય નાગરિકનું અપહરણ કરીને સુરક્ષા મામલે સવાલ થાય એવું કર્યું હતું.

કાશ્મીરમાં 370ની કલમ દૂર કરવાનો નિર્ણય ભાજપ સરકાર માટે માઈલસ્ટોન સમાન માનવામાં આવે છે. પણ આ અંગેની મોટી અને મહત્ત્વની રાજકીય અસર થઈ છે. ખાસ કરીને કાશ્મીરના સ્થાનિક રાજકારણમાં એક અસર જોવા મળી છે. બીજી બાજું વિકાસના એજન્ડા લઈને સતત વાત કરતી ભાજપ સરકાર આગામી દિવસોમાં કાશ્મીરમાં પણ કંઈક સારો વિકાસ કરવાના પ્લાનમાં છે. જો કોઈ ફરી હુમલો થયો તો રાજ્યની આર્થિક આવકને પણ મોટો ફટકો પડે એમ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW