રાજસ્થાનના ભરતપુર જીલ્લાનો વતની અજરુદ્દીન સુમરત ખાન નામનો ડ્રાઈવર જેતપર રોડ પર આવેલ ઓરકોટ સિરામિક કારખાના પાસે આર જે 02 જીબી 2782 નમ્બરનો ટ્રક લઈને જતો હતો. તે દરમિયાન જેજે 05 કે એમ 7391 નંબરના બાઈકમાં આવેલ સંજય જસમત પટેલ અને અન્ય બે શખ્સ ઓવર ટેક કરતા અચાનક ટ્રક આડા ધસી આવતા ટ્રકને બ્રેક મારી હતી જેથી તેઓ તેની સાથે અથડાતા સહેજમાં અટકી ગયા હતા. જે બાદ ત્રણેય શખ્સે ડ્રાઈવરને લાકડાના ધોકા વડે ઢોર માર માર્યો હતો અને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવ બાદ ટ્રક ડ્રાઈવરે ત્રણેય શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી

