HomeGujaratમોરબી જીલ્લામાં કોરોના કેસ ઘટ્યા પણ સતત બીજા દિવસે એક દર્દીનું મોત

મોરબી જીલ્લામાં કોરોના કેસ ઘટ્યા પણ સતત બીજા દિવસે એક દર્દીનું મોત

મોરબી જીલ્લામાં કોરોનાની ત્રીજી લહેર ઘટી રહ્યું હોય તેમ દિવસે દિવસે કેસ ઘટી રહ્યા છે શુક્રવારે જીલ્લામાં માત્ર 79 નવા કેસ નોધાયા હતા જોકે બીજા દિવસે પણ દર્દીના મોતના સામાચાર સામે આવ્યા હતા જેમાં 85 વર્ષના વૃધ્ધાનું મોત નીપજ્યું હતું વૃદ્ધાને કોરોનાની સાથે કીડની બીમારી હોવાનું તેમજ તેઓએ વેકસીનના એક પણ ડોઝ ન લીધા હોવાનું સામે આવ્યું છે.જિલ્લામાં ત્રીજી લ્હેર દરમિયાન ત્રણ દર્દીના મોત થતા સતાવાર મોતનો આંકડો 90 પર પહોચ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલ માહિતી મુજબ શુક્રવારે 13 90 દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 79 દર્દી પોઝીટીવ આવ્યા હતા તાલુકા મુજબ જોઈએ તો 41 દર્દી મોરબી શહેરના 20 ગ્રામ્ય વિસ્તારમાં નોધાઇ હતી વાંકાનેર શહેરમાં 2 અને ગ્રામ્યમાં 1 કેસ આવ્યો હતો હળવદ ગ્રામ્યમાં 6 કેસ ટંકારામાં ૩ અને માળીયામાં 6 કોરોનાનાનવા કેસ સામે આવ્યા હતા બીજી તરફ 138 દર્દી સ્વસ્થ થયા હતા જેમાં 99 મોરબી શહેરમાં 17 વાંકાનેરમાં ટંકારા અને હળવદમાં 6 -6 દદર્દી તેમજ માળીયામાં 10 દર્દીઓએકોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા હતા. મોરબી જીલ્લામાં આજ દિન સુધીમાં 485497 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 10472 પોઝીટીવ આવ્યા છે જેમાંથી હાલ 631 એક્ટીવ કેસ છે તો 9497 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે જયારે મોતનો આંક 90 મોત થયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW