વસંતપંચમી પહેલા રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીમાં ધનવર્ષા થઈ છે. મહાનગપાલિકા દ્વારા અલગ અલગ વિવિધ યોજનાઓ અંતર્ગત અત્યારસુધીમાં 31 હજારથી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવ્યાં છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના તથા બીએસયુપી 1-2-3 ઉપરાંત રાજીવ આવાસ યોજના, ગુરૂજીનગર, ધરમનગર, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો આવાસના હપ્તા પેટે રૂપિયા 1,28,13,74,486ની વસુલાત કરાઈ છે.

અત્યારે મહાનગરપાલિકામાં વિવિધ યોજનાઓના એલોટમેન્ટ લેટર વિતરણ શરૂ કરાયું છે. જે અંતર્ગત લાભાર્થીઓ દ્વારા એલોટમેન્ટ લેટર લેવામાં આવ્યો નથી કે લાભાર્થીઓએ આવાસના હપ્તા ભર્યા નથી તેમને તાત્કાલીક આવાસ યોજના વિભાગમાં હપ્તા ભરી જવા અને આવાસોનું એલોટમેન્ટ મેળવી લેવા માટે તંત્રએ અપીલ કરી છે.

