શહેરી વસાહતોમાં ખાનગી ગેસ વિતરણના ક્ષેત્રની દેશની સૌથી મોટી અને અદાણી જુથ અને ટોટલ એનર્જી સાથેના સંયુક્ત સાહસની અદાણી ટોટલ ગેસ લિ.એ 14 નવા ભૌગોલિક ક્ષેત્રમાં તેના શહેરી ગેસ વિતરણ માટેના માળખાને વિસ્તારવા માટે તાજેતરમાં બિડ હાંસલ કરીને લાયસન્સ મેળવ્યા છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડના હમણાં જ સંપ્પન થયેલી 11 રાઉન્ડની બિડીંગ પ્રક્રિયાના અંતે આ બિડ જીતી લીધી હતી.
દેશના જે ૧૪ ભૌગોલિક ક્ષેત્રો અદાણી ટોટલ ગેસ લિ.ને મળ્યાં છે તેમાં આસામના નાગોન, મોરીગાઓન,હોજાઇ,કરબી એન્ગલોન્ગ, પશ્ચિમ કરબી એન્ગલોન્ગ અને દીમા હાસાઓલ કોક્રાજહર, ધુબ્રી,દક્ષિણ સલ્મારા-માન્કચર અને ગોલ્પારા, બક્ષા, બારપેટા,બોન્ગેઇગાઓ, ચિરાંગ, નલબરી અને બજાલી જિલ્લાઓનો સમાવેશ થાય છે જયારે છત્તીસગઢ રાજ્યના કબિરધામ, રાજનંદગાવ, કાંકેર, મુન્ગેલી, બેમેતારા, દુર્ગ, બાલોદ અને ધામતરી, જાશપુર,રાજગઢ,જાન્જગિર-ચંમ્પા અને મહાસમંદ, ઝારખંડના ગુમ્લા,લતેહર,લોહરડગા,સિમ્ડેગા,ગર્હવા,અને ખુંટી, મધ્યપ્રદેશના બુરહાનપુર,ખંડવા,ખરગોન, હારદા, તિકમગઢ,નિવારી,છત્તરપુર અને પન્ના જિલ્લાઓ, મહારાષ્ટ્રના અકોલા,હિંગોલી ,વાશિમ,અમરાવતી,યાવાતમી,ભંડારા,ગોંદીયા ગઢચિરોલી ઉપરાંત મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશના અલિરાજપર,,નંદુરબાર અને બરવાની જિલ્લા તથા ઓરીસ્સાના કોરપુર,માલ્કાનગીરી અને નબરંગપુર જિલ્લાઓનો સમાવેશ થાય છે.
આમ હવે અદાણી ટોટલ ગેસ લિ.બાવન ભૌગોલિક ક્ષેત્રોના ઘરોને ઇંધણ ગેસ પૂરો પાડનારી કંપની બની છે. આ પૈકીના 19 વિસ્તારોમાં તે ઇન્ડિયન ઓઇલ કંપની સાથે વ્યુહાત્મક સંયુક્ત સાહસ ભાગીદારીમાં તે ગેસ વિતરણ કરે છે.3 કેન્દ્ર શાસિત પ્રદેશો અને 18 રાજ્યોના 118 જિલ્લાઓમાં ફેલાયેલા બાવન વિસ્તારોમાં તેનો હિસ્સો 15 ટકા છે. પર્યાવરણિય અનુકૂળ પાઇપ નેચરલ ગેસ (પીએનજી) અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ(સીએનજી)ના ક્ષેત્રની એક અગ્રણી કંપની તરીકે પ્રસ્થાપિત થયેલી અદાણી ટોટલ ગેસ લિ.ને 14 નવા ભૌગોલિક ક્ષેત્રોના પ્રાપ્ત થયેલા અધિકારો સાથે અમે અમારું કદ 39થી 95જિલ્લાઓમાં વિસ્તાર્યું છે.’ એમ અદાણી ટોટલ ગેસ લિ.ના સી.ઇ.ઓ સુરેશ મંગલાણીએ જણાવ્યું છે.

