જાણીતી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’માં આમ તો ઘણા જાણીતા કલાકારો સમયાંતરે મહેમાન બને છે. કોઈ પ્રમોશન કરવા આવે છે તો કોઈ અચાનક ગોકુલધામ સોસાયટીમાં ગરબા રમવા આવી ચડે છે. આ સિરિયલમાં આવતા દરેક સેલિબ્રિટીની દર્શકોના દિમાગ પર એક ઊંડી અસર રહે છે. જેઠાલાલનું ઘર તથા રૂમની સજાવટ દરેક ગુજરાતી દર્શકોને ખૂબ ગમે છે. એમાં પણ ઘરમાં રહેલો હિંડોળો દરેક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે.
ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવે જેઠલાલ ગડાના ઘરે પહોંચી હતી. ત્યાંથી કેટલીક તસવીર પણ તેણે શેર કરી છે. કિંજલ દવે અને તેના ફિયોન્સ પવને તારક મહેતા કા ઊલ્ટા ચશ્માના સેટની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ગોકુલધામ સોસાયટીમાં પણ આંટો માર્યો હતો. બંને વ્યક્તિઓએ જેઠલાલના ઘરમાં એ હિંડોળા પર બેસીને ફોટો ક્લિક કરાવ્યો હતો. જેઠલાલ-દીલિપ જોશી પણ કિંજલ દવેને મળવા માટે સેટ પર પહોંચી ગયા હતા. કિંજલે એમની સાથે પણ ફોટો ક્લિક કરાવ્યો છે. કિંજલ દીલિપ જોશીને મળતા જ ઉત્સાહમાં આવી ગઈ હતી. પવન અને કિંજલે દીલિપ જોશી સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. આ ઉપરાંત પ્રોડક્શન ટીમ સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત સમગ્ર સેટ પર કેવી રીતે શુટ થાય છે એની પણ થોડી વિગત મેળવી હતી. કિંજલ સાથે ભાઈ આકાશ દવે, સિંગર પાર્થિવ ગોહિલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પવન જોશીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ અંગેની એક તસવીર શેર કરી છે. જેના કેપ્શનમાં લખ્યું હતું કે, મારા સૌથી ફેવરિટ એક્ટર તથા કોમેડી કિંગ દીલિપ જોશી સર. વ્હાઈટ જીન્સમાં વેસ્ટર્ન આઉટફીટ સાથે કિંજલ આ મુલાકાતમાં મસ્ત લાગી રહી છે.

જેઠાલાલ આ મુલાકાત વખતે પોતાના ટ્રેડિશનલ ડ્રેસ કુર્તામાં જોવા મળ્યા છે. થોડા મહિના પહેલા કિંજલ અને પવને માંડવી પેલેસમાંથી મસ્ત ફોટો ક્લિક કરાવ્યા હતા. બંને કપલ કચ્છ ભૂજની મુલાકાતે નીકળ્યા હતા. એ સમયે બંનેએ વ્હાઈટ ડેઝર્ટમાં પણ ફોટો ક્લિક કરાવ્યા હતા. આ ઉપરાંત કિંજલે માંડવી બીચ ઉપરથી સનસેટ સાથે ફોટો પડાવ્યા હતા. જોકે, કિંજલની મુંબઈ ટુર યાદગાર રહી છે. ખાસ તો જેઠાલાલને મળવાનો ચાન્સ મળ્યો એ એની મેમરીઝમાં વધારો કરે છે.

