HomeGujaratબજેટમાં રાજકોટની ઈમિટેશન જ્વલેરીને પડ્યો મોટો ફટકો, ઉદ્યોગો પડી ભાંગવાના આરે

બજેટમાં રાજકોટની ઈમિટેશન જ્વલેરીને પડ્યો મોટો ફટકો, ઉદ્યોગો પડી ભાંગવાના આરે

કેન્દ્રીય નાણામંત્રીએ રજૂ કરેલા નાણાકીય વર્ષ 2022-23ના વર્ષ માટે અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં ઈમિટેશન જ્વેલરી ઉપર ઈમ્પોર્ટ ડ્યૂટી પ્રતિકિલોગ્રામે 400ની કરી દેવામાં આવતા ઉદ્યોગ ભાંગી પડવાની કતાર ઉપર આવીને ઉભો રહી ગયો છે.

રાજકોટમાં દેશની સૌથી મોટી ઈમિટેશન માર્કેટ આવેલી છે. રાજકોટની ઈમિટેશન જ્વેલરી 56 દેશોમાં ઈમ્પોર્ટ કરવામાં આવે છે. તેમજ બોલિવૂડમાં પણ એક્ટરોમાં ઈમિટેશન જ્વેલરીએ આકર્ષણ જગાવ્યું છે. ત્યારે આજે કેન્દ્રીય બજેટમાં ઈમિટેશન જ્વેલરી ઉપર ઈમ્પોર્ટ ડ્યૂટી પ્રતિકિલો ગ્રામે રૂપિયા 400 કરવાની જાહેરાત કરતા ઈમિટેશન માર્કેટને મોટો ફટકો પડ્યો છે.

બજેટમાં ઈમિટેશન જ્વેલરી ઉપર ઈમ્પોર્ટ ડ્યુટીની જાહેરાત થતાની સાથે જ વેપારીઓમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું છે. ઈમિટેશન માર્કેટ એસો.ના પ્રમુખના જણાવ્યા પ્રમાણે બજેટમાં ઈમિટેશન જ્વેલરી ઉદ્યોગને મારી નાંખ્યો છે. સરકારે ઈમ્પોર્ટ ડ્યૂટી પહેલા જે પ્રતિકિલોએ રૂપિયા 100 હતી તે વધારીને હવે પ્રતિકિલોના રૂપિયા 400 કરી દેવાતા જેનાથી ઈમિટેશન માર્કેટને મોટો ફટકો પડ્યો છે.

મોતી ઉપર ડ્યૂટી ૧૦ ટકામાંથી 5 ટકા કરાઈ છે. પરંતુ આ તમામ વસ્તુઓ અંતે તો ઈમિટેશન જ્વેલરી જ છે. તેમાં તૈયાર જ્વેલરી 5 ટકા જ ઈમ્પોર્ટ થતી હતી. આજે ઈમિટેશનનું રો-મટિરિયલ્સ ચાઈનાનું વપરાય છે. આપણે તેની ક્વોલીટી, જથ્થો અને પ્રોડક્શન કોસ્ટને પાછળ મુકી શકતા નથી. થોડા સમય પહેલા આપણે ઈમિટેશન જ્વેલરીમાં ચાઈનાથી આગળ હતા પરંતુ રો-મટિરિયલ્સમાં ચાઈનાથી પાછળ જ છીએ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW