HomeGujaratજેસન હોલ્ડરે સતત ચાર બોલમાં ચાર વિકેટ ખેરવી, જુઓ વીડિયો

જેસન હોલ્ડરે સતત ચાર બોલમાં ચાર વિકેટ ખેરવી, જુઓ વીડિયો

તા. 30 જાન્યુઆરીએ રવિવારે કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને 17 રનથી હરાવ્યું. આ સાથે શ્રેણી 3-2થી જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝની જીતના હીરો રહેલા ઓલરાઉન્ડર જેસન હોલ્ડરે પોતાના ખાતામાંથી 2.5 ઓવરમાં 27 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. હોલ્ડરે શાનદાર બોલિંગ કરી, ઇનિંગની છેલ્લી ઓવરમાં સતત ચાર બોલમાં ચાર વિકેટ લીધી હતી.

તેની ડબલ હેટટ્રાઇલ પૂરી કરી. તેણે ક્રિસ જોર્ડન (19.2), સેમ બિલિંગ્સ (19.3), આદિલ રશીદ (19.4) અને સાકિબ મહમૂદ (19.5)ને પોતાનો શિકાર બનાવ્યા. આ ફોર્મેટમાં ડબલ હેટ્રિક લેનારો વિશ્વનો તે ચોથો ખેલાડી બન્યો. આ પહેલા શનિવારે તા.29 જાન્યુઆરીએ આ મેદાન પર જ રમાયેલી ચોથી T20માં ઈંગ્લેન્ડના કેપ્ટન મોઈન અલીએ હોલ્ડરની ઓવરમાં સતત ચાર બોલમાં ચાર સિક્સર ફટકારી હતી. હોલ્ડરે ફેંકેલી 18મી ઓવર દરમિયાન મોઈને ચાર સિક્સરની મદદથી કુલ 28 રન ફટકાર્યા, ત્યારબાદ મેચ ઈંગ્લેન્ડની તરફેણમાં જતી રહી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે કિરોન પોલાર્ડ (અણનમ 41) અને રોવમેન પોવેલ (અણનમ 35)ના દમ પર 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 19.5 ઓવરમાં 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ વિન્સે 55 રન અને સેમ બિલિંગ્સે 41 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે આ મેચ 17 રને જીતીને સિરીઝ પર કબજો કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ માટે જેસન હોલ્ડર છેલ્લી ઓવર નાખવા આવ્યો હતો. ઓવરનો પહેલો બોલ નો બોલ હતો. ઈંગ્લેન્ડને બે રન મળ્યા હતા. આગલા બોલ પર કોઈ રન નોંધાયો નહીં. બીજા બોલ પર જેસને જોર્ડનને આઉટ કર્યો.

તે હેડન વોલ્સના હાથે કેચ થયો હતો. ત્રીજા બોલ પર તેણે સેમ બિલિંગ્સને હેડન વોલ્શના હાથે કેચ આઉટ કરાવી પેવેલિયન મોકલ્યો હતો. ચોથા બોલ પર તેણે આદિલ રાશિદને આઉટ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી. ઓડન સ્મિથે રાશિદનો કેચ પકડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે છેલ્લી T20 મેચ જીતીને સીરીઝ 3-2થી જીતી લીધી હતી. આ મેચ પહેલા બંને ટીમો 2-2 મેચ જીતીને સિરીઝમાં બરાબરી પર હતી. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ મેચ 9 વિકેટે જીતી હતી. બીજી મેચ ઈંગ્લેન્ડે 1 રનથી જીતી લીધી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW