HomeNationalનવો વેરયંટ,NeoCov માણસો માટે કેટલો ઘાતક WHOએ કરી સ્પષ્ટતા

નવો વેરયંટ,NeoCov માણસો માટે કેટલો ઘાતક WHOએ કરી સ્પષ્ટતા

વિશ્વના અનેક દેશ હાલમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયંટ સાથે યુદ્ધ લડી રહ્યા છે. આ દરમિયાન, આ ખતરનાક વાયરસના અન્ય પ્રકાર NeoCovએ વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. શું આ નવો પ્રકાર મનુષ્ય માટે જીવલેણ છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન WHO એ હવે આ અંગે એક મહત્વની વાત કહી છે. WHOએ કહ્યું છે કે આ પ્રકાર દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં જોવા મળ્યો છે. પરંતુ શું આ પ્રકાર મનુષ્ય માટે ઘાતક છે, તે માટે હજુ પણ વધુ અભ્યાસ કરવાની જરૂર છે. રશિયન સમાચાર એજન્સી ‘તાસ’ના જણાવ્યા અનુસાર, WHOએ કહ્યું છે કે તેઓ વુહાનના વૈજ્ઞાનિકોની નવી શોધથી વાકેફ છે. શું આ પ્રકાર મનુષ્યોને અસર કરશે કે નહીં? આ માટે હજુ વધુ અભ્યાસની જરૂર છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે મનુષ્યોમાં ચેપના 75 ટકા ઈન્ફેક્શન સ્ત્રોત પ્રાણીઓ અને ખાસ કરીને જંગલી પ્રાણીઓ છે. કોરોના વાયરસ પ્રાણીઓમાં પણ જોવા મળ્યો છે. આમાં ચામાચીડિયાનો પણ સમાવેશ થાય છે. જેને વિવિધ પ્રકારના વાયરસના કુદરતી સ્પ્રેડર તરીકે ઓળખવામાં આવે છે. ચીનના સંશોધકોએ તેમના રીસર્ચ પેપરમાં નવા પ્રકારના વેરિયંટનો ઉલ્લેખ કર્યો છે. તેઓ દાવો કરે છે કે આ વાયરસ ખૂબ જ જોખમી છે અને તેનો ટ્રાન્સમિશન રેટ પણ ઘણો ઊંચો છે. વુહાનમાં વૈજ્ઞાનિકોના રીસર્ચ પેપર મુજબ, NeoCoV મીડલ ઈસ્ટ રેસ્પીટરી સિન્ડ્રોમ અથવા MERS-કોરોનાવાયરસ સાથે સંબંધ ધરાવે છે. આ પેપર bioRxiv વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવ્યું છે. હજુ સુધી તેની સમીક્ષા કરવામાં આવી નથી. રીસર્ચના પરિણામોના આધારે, એવું કહેવામાં આવ્યું છે કે MERS-CoV એ Beta-CoV Merbecovirus ના વંશ C સાથે સંબંધ ધરાવે છે. જે લગભગ 35 ટકાના ઊંચા મૃત્યુ દરને કારણે એક મોટો ખતરો બની ગયો છે. વૈજ્ઞાનિકોએ અહેવાલ આપ્યો છે કે એક અભ્યાસમાંથી જાણવા મળ્યું છે કે, MERS સંબંધિત વાયરસમાં ACE2 નો ઉપયોગ કરવાનો પ્રથમ કેસ દર્શાવે છે. તેમાં મૃત્યુદર અને ટ્રાન્સમિશન દર બંને એકદમ હાઈ છે.

આ વાયરસ એટલો ઘાતક છે કે, ત્રણ સંક્રમીત વ્યક્તિઓમાંથી એક વ્યક્તિનું મોત નીપજાવી શકે છે. અત્યાર સુધી આ વાયરસથી કોઈ વ્યક્તિ સંક્રમિત થયાનો કેસ નોંધાયો નથી. વૈજ્ઞાનિકો આ અંગે વધુ સંશોધન કરવામાં વ્યસ્ત છે. MERS-CoV એ વાયરસ છે જે વર્ષ 2012 અને 2015 માં મધ્ય પૂર્વના દેશોમાં ફાટી નીકળ્યો હતો. એક અભ્યાસ દર્શાવે છે કે NeoCoV અને તેના નજીકના સાથી પીડીએફ-2180-Cov ચામાચીડિયાના એન્જીયોટેન્સિન એન્ઝાઇમ 2 અને માણસોના ACE 2 વાયરસનો ઉપયોગ કરીને માનવ શરીરમાં પ્રવેશ કરી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW