HomeGujaratમુન્દ્રા ખાતેના અદાણી પોર્ટમાં વિશ્વનું સૌથી મોટું કન્ટેનરવેસલનું આગમન  

મુન્દ્રા ખાતેના અદાણી પોર્ટમાં વિશ્વનું સૌથી મોટું કન્ટેનરવેસલનું આગમન  

અદાણીપોર્ટ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.અને સીએમએટી વચ્ચેના સંયુક્ત સાહસની એ.સી.એમ.પી.ટી.લિ. ના મુંદ્રા કન્ટેનર ટર્મિનલમાં  વિશ્વના વિરાટ માલવાહક કન્ટેનર જહાજ એપીએલ રેફ્ફલેસનું આજે આગમન થયું છે. જે ભારતમાં આવનાર સૌથી વિરાટ કન્ટેનર છે. સમગ્ર દેશમાં સમુદ્રમાર્ગે થતા માલના પરિવહન માટેની અતિ આધુનિક સવલતો કચ્છનામુંદ્રાબંદર ઉપર છે.

સી.એમ.એ.સી.જીએમ લાઇનના શિપીંગલાઇનનાકાફલામાંનું સૌથીમહાકાય કન્ટેનર વેસલ એ.પી.એલ.રેફ્ફલેસ છે.આવેસલનું નિર્માણ  2013માંકરવામાં આવેલું છે. 17672DWT (ટન)ના17292 TEU ક્ષમતાના આ કન્ટેનરની લંબાઇ ૩૯૭.૮૮ મીટર અને પહોળાઇ ૫૧ મીટર છે, જે ચાર ફુટબોલ મેદાન બરાબર થાય.

મુન્દ્રા પોર્ટ માટે આ વધુ એક મહત્વપૂર્ણ સીમા ચિહ્ન છે. 2021 માં, મુન્દ્રા બંદર ભારતનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ બન્યું હતું અને હવે બંદરે તેના એક ટર્મિનલ પર સૌથી મોટું કન્ટેનર જહાજ ઉતાર્યું છે. એ પી એલ   રેફ્ફલેસ વેસેલને મુંદ્રા પોર્ટે હેન્ડલ કરીને મોટા કન્ટેનર જહાજોને હેન્ડલ કરવા માટે અદાણીએ બંદરની ક્ષમતાને પુરવાર કરવા સાથે ભારત અને તેનામુખ્ય વેપારી ભાગીદારો વચ્ચે વેપાર વધારવામાં ACMTPLનીભૂમિકાને પણ દોહરાવી છે.

બર્થિંગ સમયે જહાજનો ડ્રાફ્ટ 14.8 મીટર હતો, ડિસ્પ્લેસમેન્ટ 2,01,548 MT હતો અને વેસલમાં 13,159 TEU કાર્ગો હતો. આજ હાજ ગલ્ફ, ગ્રેટર ચાઈના અને દક્ષિણ પૂર્વ એશિયામાંથી આયાત માલ લઈને મધ્ય પૂર્વથી આવ્યુંછે. મુન્દ્રાપોર્ટ પર જ્યારે તેનું બર્થિંગ થયું ત્યારે આ કન્ટેનરવેસલમાં લગભગ 4000 TEUs આયાત, નિકાસ અને ટ્રાન્સ- શિપમેન્ટ કન્ટેનરનો વિનિમય કર્યો હતો. એ પી એલ રેફ્ફલેસફાર ઇસ્ટ એશિયાની તેનીઆગળની યાત્રા ચાલુ રાખશે.

મુન્દ્રાપોર્ટ ભારતીયએક્ઝિમકાર્ગો, ખાસ કરીને કૃષિ ઉત્પાદનો અને ઉત્પાદિત માલ સામાનના સૌથી પસંદગીના પ્રવેશદ્વાર તરીકે તેની સ્થિતિને મજબૂત કરીને મોટા કદનાજહાજોનાબર્થિંગ માટે આકર્ષણનું કેન્દ્રબનીરહ્યુંછે. મુંદ્રાપોર્ટ ઉપર નોંધપાત્ર રીતે જે મોટા કન્ટેનર જહાજો આવીચૂક્યાછે તેમાંMSC રેગ્યુલસછે જેનો LOA 366.45 m અને MSC વેલેરિયાનો LOA  366 m નો હતો.

પોર્ટ વિવિધ કાર્ગો અને કોમોડિટી પ્રકારો માટે સમર્પિત ટર્મિનલ્સ સાથે 248.82 MMT કાર્ગો હેન્ડલ કરવાની વાર્ષિક ક્ષમતા સાથે 26 બર્થ અને બેસિંગલ-પોઇન્ટ મૂરિંગની સવલતોઓ ફર કરે છે.વોલ્યુમની દ્રષ્ટિએમુન્દ્રાપોર્ટ ભારતનું સૌથીમોટું ઓલ બેધર વ્યાપારી બંદર છે, જે ડ્રાયબલ્ક, બ્રેકબલ્ક, પ્રોજેક્ટકાર્ગો, લિક્વીડ, કન્ટેનર, ઓટો મોબાઈલ અને ક્રૂડ ઓઈલને હેન્ડલ કરવામાટે આધુનિક સગવડોથી સજ્જ છે.

અદાણીપોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિકઝોન લિમિટેડ (APSEZ) એ વૈશ્વિકસ્તરે વિવિધ ઉદ્યોગો ધરાવતાઅદાણી ગ્રુપનો હિસ્સો છે, જે એક પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી રહી છે. કંપની ભારતની સૌથી મોટી પોર્ટસડેવલપર અને ઓપરેટર તરીકેની પ્રતિષ્ઠા ધરાવેછે. કંપની હસ્તકવ્યૂહાત્મકસ્થળોએ 12 પોર્ટસ અને ટર્મિનલ આવેલા છે, જેમાંગુજરાતમાંમુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં-ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્રપ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્ટનમ અને ક્રિશ્નાપટ્ટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં કટુપલ્લી અને એનરોનનો સમાવેશ થાય છે, જે દેશની કુલ પોર્ટ સક્ષમતાના 24 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે અને કોસ્ટલએરિયાનીસાથેસાથેહીંટરલેન્ડમાંથીમોટાજથ્થાનુંસંચાલન કરે છે.

કંપનીકેરાલામાંવિઝીનઝામખાતેટ્રાન્સશીપમેન્ટપોર્ટવિકસાવી રહી છે. પોર્ટસથી માંડીને લોજીસ્ટીક પ્લેટફોર્મમાં પોર્ટસ ફેસિલીટીઝ, સુસંકલિત લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઈન્ડસ્ટ્રીયલ ઈકનોમિકઝોન લાભદાયી સ્થિતિમાં મૂકેછે તથાઅદાણી પોર્ટને ગ્લોબલ સપ્લાયચેઈનનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. આગામી દાયકામાં દુનિયાનાસૌથીમોટાપોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું અદાણી નું લક્ષ્ય છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW