HomeGujaratજામનગરઃ પિરોટન ટાપુની મુલાકાત લેવાનો વિચાર હોય આ નિયમ ખાસ વાંચો

જામનગરઃ પિરોટન ટાપુની મુલાકાત લેવાનો વિચાર હોય આ નિયમ ખાસ વાંચો

પાંચ વર્ષના સમયગાળા બાદ વન્યજીવ પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે. ફરીથી પીરોટન ટાપુની મુલાકાત લોકો લઈ શકશે. પરંતુ, ત્યાંની મુલાકાત લેવાનું પ્લાનિંગ શરૂ કરી દો તે પહેલા કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે. જામનગર પાસે આવેલો ટાપુ, જે દરિયાઈ જૈવવિવિધતાના સ્થળ તરીકે દુનિયાભરમાં નામ ધરાવે છે. તે મુલાકાતીઓ માટે ફરીથી ખુલશે. આ માટે વન વિભાગ પાસેથી પરવાનગી લેવી પડશે. અમુક શરતોનું પાલન કરવા માટે સહમત થવું પડશે.

વન વિભાગે જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ સાથે ચર્ચા કર્યા બાદ કેટલીક શરતો સાથે આ ટાપુની મુલાકાત માટે કેટલીક માર્ગદર્શિકા બનાવી છે. જામનગરના નવાનગર નેચર ક્લબના ગ્રુપે બુધવારે આ ટાપુની મુલાકાત લીધી હતી, જ્યાં સભ્યોએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. મુલાકાતીઓ માટે વર્ષ 2010થી 2015 સુધી ટાપુ બંધ હતો. ફરીથી ડિસેમ્બર 2017થી બંધ કરવામાં આવ્યો હતો. ઘુસણખોરી અને ગેરકાયદે પ્રવૃતિઓની અનેક ફરિયાદો સામે આવ્યા બાદ થોડા વર્ષો પહેલા ટાપુ પર મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે બાદ વન વિભાગે ત્યાં કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે કડક ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. એક દિવસમાં 100થી વધુ લોકોને ટાપુની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મુલાકાતનો સમય સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેનો રહેશે. નિયમો અનુસાર, પખવાડિયામાં માત્ર ત્રણ દિવસ જ મુલાકાતીઓને મંજૂરી અપાશે કારણ કે અન્ય દિવસોમાં વધુ ભરતીના કારણે સૂર્યાસ્ત પહેલા પરત ફરવું શક્ય નથી. મુલાકાતીઓને વન કર્મચારીઓની દેખરેખ હેઠળ અથવા નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ અને ફક્ત નોંધાયેલી બોટમાં જ ટાપુ પર જવાની મંજૂરી આપવામાં આવશે. સલામતીના કારણોસર કોઈ મુલાકાતીઓને ફિશિંગ બોટમાં ટાપુ પર જવા દેવામાં આવશે નહીં.

મરિન નેશનલ પાર્કના રેંજ વન અધિકારી પ્રતીક જોશીએ કહ્યું હતું કે, ‘અમે ગાઈડલાઈન્સના આધારે મુલાકાતીઓને મંજૂરી આપીશું. મુલાકાતીઓએ પાસ માટે ત્રણ-ચાર દિવસ પહેલા અરજી કરવાની રહેશે, જે ભરતીની સ્થિતિના આધારે મુલાકાતના એક દિવસ પહેલા આપવામાં આવશે. એક ટ્રિપમાં 10થી વધુ લોકોના ગ્રુપને અને એક દિવસમાં 100થી વધુ લોકોના ગ્રુપને મંજૂરી મળશે નહીં. ટાપુ પર કોઈ મોબાઈલ નેટવર્ક ન હોવાથી વન વિભાગે મોટી ઉંમરના લોકો અને નાના બાળકોને ટાપુની મુલાકાત ન લેવા કહ્યું હતું. બોટ માલિકો મુશ્કેલીના સંકેત મોકલવા માટે રેડિયોથી સજ્જ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW