HomeGujaratચોરીના ઈરાદે આવેલા 4 બુકાનીધારી શખસોએ પેટ્રોલપંપમાં કરી તોડફોડ, પછી ભાગવું ભારે...

ચોરીના ઈરાદે આવેલા 4 બુકાનીધારી શખસોએ પેટ્રોલપંપમાં કરી તોડફોડ, પછી ભાગવું ભારે પડ્યું

રાજકોટમાં પોલીસના રાત્રી પેટ્રોલીંગને તસ્કરો અને આવારા તત્વો ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યાં છે. સણોસરા ગામે આવેલા પેટ્રોલપંપમાં મધરાત્રે 4 જેટલા બુકાનીધારી શખસોએ ત્રાટકીને ઓફિસમાં તોડફોડ કરી હતી. ઓફિસમાં સુતેલો યુવાન જાગી જતા ચારેય નાસી છુટ્યાં હતાં. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

રાજકોટની ભાગોળે આવેલા સણોસરા ગામે રહેતા અને નીતાંજલી પેટ્રોલિયમ નામના પેટ્રોલપંપમાં નોકરી કરતા ચિરાગ માવજીભાઈ સાગઠીયા(ઉ. 22) નામનો યુવાન રાત્રીના પેટ્રોલપંપની ઓફિસમાં સુતો હતો. ત્યારે રાત્રીના અઢી વાગ્યાના અરસામાં ચાર બુકાનીધારી શખસો પેટ્રોલપંપમાં ઘસી આવ્યાં હતાં. તથા બુકાનીધારીઓએ શખસોએ ઓફિસમાં ચારી કરવાના ઈરાદે ઓફિસના દરવાજામાં પાઈપ ફટકાર્યાં હતાં.

પરંતુ દરવાજો નહીં ખુલતા ચારેય શખસોએ ઓફિસમાં લાગેલી કાચની બારીમાં તોડફોડ કરી હતી. ત્યારે ઓફિસમાં સુતેલા ચિરાગ સાગઠીયા ઉપર કાચ પડતા તે જાગી ગયો હતો અને ચારેય શખસો સામે પાણીની બોટલ સહિતની વસ્તુઓ ફેંકી હતી. જેના પગલે ચોરીના ઈરાદે આવેલા ચાર બુકાનીધારી શખસો ત્યાંથી ફરાર થઈ ગયાં હતાં. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા પેટ્રોલપંપમાં નોકરી કરતા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે કુવાડવા પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW