HomeGujaratશેરમાર્કેટમાં કડાકો બોલી જતા ગુજરાતીઓને આટલું નુકસાન,અદાણી-ટોરેન્ટ ફ્લોપ

શેરમાર્કેટમાં કડાકો બોલી જતા ગુજરાતીઓને આટલું નુકસાન,અદાણી-ટોરેન્ટ ફ્લોપ

સોમવારે ભારતીય શેર બજારમાં દિવસ દરમિયાન કડાકો બોલી ગયો હતો. માર્કેટના જાણકારોના મતે શેરબજાર તૂટતા ગુજરાતી રોકાણકારોએ અંદાજે રૂ.1 લાખ કરોડના ગુમાવ્યા છે.ભારતીય ઈકિવટી સમગ્ર બજારમાં વેચવાનીનું તીવ્ર દબાણ જોવા મળ્યું હતું કારણકે બેન્ચમાર્ક ઈન્ડેકસ નિફટી 2.70 ટકા અને સેન્સેકસ 2.62 ટકા ઘટી ગયો છે. ગુજરાતની અદાણી ટોરેન્ટ, ઝાયડસ અરવિંદ, ઈન્ફિબીજા સહિતની કંપનીઓના સ્ટોકમાં 9 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જેથી કંપનીને એક સીધો અને મોટો ફટકો પડ્યો છે.

શેર બજારમાં રોકાણના મામલે ગુજરાતી પહેલાથી જ એડવાન્સ છે. ભારતીય સ્ટોક માર્કેટમાં ગુજરાતીઓની હિસ્સેદારી 10 ટકાની આસપાસ છે માર્કેટ ક્રેશ થતા માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.50 લાખ કરોડનું ધોવાણ થયુ છે. તે હિસાબે ગુજરાતી રોકાણકારોએ અંદાજે રૂ.80,000 કરોડથી રૂ.1 લાખ કરોડ ગુમાવ્યા છે. બોમ્બે સ્ટોક એકસચેન્જના આકડા પ્રમાણે માર્કેટમાં ક્ષેત્રોલાલ રંગમાં બંધ થયા હતા. જેમાં ગુજરાત સ્થિત કંપનીઓ પણ સામેલ હતી. ગુજરાતના જાણીતા બિઝનેસ ગૃપ અદાણી, ટોરેન્ટ, ઝીયડસ અને અરવિંદ ગ્રૃપની કંપનીઓમાં શેર્સમાં 1 ટકા થી લઈને 9 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. એસ્કસ્ટલ પોલીમાં સૌથી વધુ 1-1 જેવો ઘટાડો હતો જયારે મીથ્રડસ વેલનેસમાં 1 ટકા ઘટાડો હતો. બીજા દિવસે પાવર ઈન્ડેક્સ સિવાય ઓટો, બેંક, મેટલ, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં ખરીદી જોવા મળી રહી છે. પાવર સેક્ટરમાં 1 ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે. બીજી તરફ આઈટી ઈન્ડેક્સમાં 0.5 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અસ્થિરતા વચ્ચે બજાર વધ્યું છે. Q3 માં મારુતિ સુઝુકીનો નફો રૂ. 1,011 કરોડ થયો છે. દેશના બુલિયન માર્કેટમાં સપ્તાહના બીજા દિવસે મંગળવારે સોનાની કિંમતમાં વધારો થયો હતો. બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 48,900 રૂપિયાની નજીક ટ્રેડ થતી જોવા મળી હતી.

તે જ સમયે, ચાંદીમાં 569 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. સોનું આજે રૂ.92 વધી રૂ.48,885 પર ટ્રેડ થતું જોવાયું હતું. તે જ સમયે, ચાંદી 63853 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી હતી. 24 કેરેટ સોનાનો ભાવ 48,885 રૂપિયા પર ખુલ્યો. ગઈકાલે સોમવારે બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ રૂ.48,793 પર બંધ થયો હતો. આજે ભાવ રૂ.92 વધ્યા હતા. 23 કેરેટ સોનાની સરેરાશ કિંમત 48,689 રૂપિયા હતી. હવે 22 કેરેટ સોનાની હાજર કિંમત 44,779 રૂપિયા રહી છે. તે જ સમયે, 18 કેરેટની કિંમત 36,664 રૂપિયા પર પહોંચી ગઈ છે. આજે 14 કેરેટ સોનાનો ભાવ 28598 રૂપિયા રહ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW