રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને સંબોધન કર્યું હતું અને સ્વાતંત્ર્ય સંગ્રામના મહાપુરૂષોને યાદ કર્યાં હતાં. જેમાં તેમણે કહ્યું હતું કે, 73માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા ઉપર દેશ અને વિદેશમાં રહેનારા તમામ ભારતના લોકોને મારી હાર્દીક શુભકામનાઓ.
The 21st century is turning out to be the age of climate change, and India has taken a leadership position on the world stage in showing the way, especially with its bold and ambitious push for renewable energy. pic.twitter.com/VOIEDXEhl2
— President of India (@rashtrapatibhvn) January 25, 2022
અહીંયા અમે તમામને એક સુત્રમાં બાંધનરી ભારતીયતાના ગૌરવનો ઉત્સવ છે. વર્ષ 1950માં આજના દિવસે જ આપણને આ ગૌરવશાળી ઓળખ મળી હતી. તેમણે જણાવ્યું હતું કે, દરવર્ષે ગણતંત્ર દિવસના દિવસે આપણે આપણા ગતિશીલ લોકતંત્ર અને રાષ્ટ્રીય એકતાની ભાવનાનો ઉત્સવ મનાવીએ છીએ. મહામારીના કારણે આ વર્ષે ઉત્સવ ધુમધામથી ઉજવતા હોય નહીં પરંતુ આપણી ભાવના હંમેશાની જેમ સશક્ત છે.
India is an ancient civilisation but a young republic. For us, nation-building is a constant endeavour. As in a family, so in a nation; one generation works hard to ensure a better future for the next generation. pic.twitter.com/uqaAsNsSJn
— President of India (@rashtrapatibhvn) January 25, 2022
In this 75th year of Independence, let us re-discover the values that animated our glorious national movement. pic.twitter.com/xtiecG0Vha
— President of India (@rashtrapatibhvn) January 25, 2022
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા જ નેતાજીની 125મી જન્મજયંતિ ઉપર દેશે તેના બલિદાનને યાદ કર્યું હતું. તેમણે જય હિંદનો નારો આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, ભારતની આઝાદીમાં તેમનું યોગદાન ભુલાઈ શકાય તેમ નથી અને તે હંમેશા તમામને પ્રેરણા આપે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે ઘણા સૌભાગ્યશાળી છીએ કે આપણણા સંવિધાનનું નિર્માણ કરનારી સભામાં તે સમયની સર્વશ્રેષ્ઠ વિભૂતિઓએ પ્રભુત્વ કર્યું હતું. તે તમામ લોકો આપણા મહાન સ્વાધીનતા સંગ્રામના પ્રમુખ ધ્વજ વાહક હતાં.

