HomeGujaratCentral GujaratUSA જવાનું પરિવારનું સપનું કેમ રગદોળાયું, આવું કેવી રીતે બન્યું જાણો

USA જવાનું પરિવારનું સપનું કેમ રગદોળાયું, આવું કેવી રીતે બન્યું જાણો

અનેક ગુજરાતીઓ વિદેશ જવાની લાલચમા ક્યારેય એટલા બધા રૂપિયા ગુમાવે છે કે, ન પૂછો વાત. પણ હવે એક પરિવારે અમેરિકા જવાની લ્હાયમાં આખો પરિવાર ગુમાયો છે. કેનેડા બોર્ડર પર બનેલી દુર્ઘટનામાં અમેરિકા જવાની ઘેલછા ગાંધીનગર પાસેના કલોલના પટેલ પરિવારના ચાર વ્યક્તિઓને કાયમી ધોરણે ગુમવ્યા છે. અમેરિકા જવાનુ સપનુ પટેલ પરિવારનું બોર્ડર ક્રોસ કરે એ જ રગદોળાયુ.

માઈનસ 35 ડિગ્રી હાડ થીજવતી ઠંડીમાં ગુજરાતી પરિવાર અમેરિકા પહોંચવા માટે સતત 11 કલાક ચાલ્યા હતા.. પટેલ પરિવારનો જીવ ગેરકાયદેસર ઘૂસણખોરીએ લીધો. જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોત નિપજ્યા છે. કુલ 11 લોકો ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહ્યા હતા, જેમાંથી એક ગુજરાતી પરિવાર હતો. એક બાળક અને એક નાનકડી દીકરીના પણ મોત થયા છે. બાકીના 7 લોકોને પકડી પાડવામાં આવ્યા છે. ગેરકાયદે કેનેડાથી અમેરિકામાં ઘૂસણખોરી કરતાં પકડાયેલા લોકો માણસા, ગાંધીનગર અને કલોલ તાલુકાના રહેવાસી હોવાની શક્યતા હતી. એજન્ટની મદદથી તમામ લોકો બોર્ડર પાર કરતા હતા. આ ચારેય મૃતદેહો મળી આવ્યા પછી ફ્લોરિડાના એજન્ટ સ્ટીવ સેન્ડને દબોચી લેવાયો હતો. કુલ 11 લોકો કેનેડાથી અમેરિકાની બોર્ડર ગેરકાયદેસર રીતે પાર કરી રહ્યા હતા,

બળદેવભાઇ પટેલ અને તેમનો પરિવાર ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામે રહે છે. 10 દિવસ અગાઉ બળદેવભાઇનો પુત્ર જગદીશ પટેલ અને તેના પત્ની તેમજ પુત્રી, પુત્રી 10 દિવસ અગાઉ એજન્ટ મારફતે કેનેડા ગયા હતા. તેમનો કોઇ સંપર્ક પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ન થઇ રહ્યો હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યુ છે. બીજીતરફ, અમેરિકા-કેનેડા સરહદ નજીક ચાર ગુજરાતીઓના ઠંડીના કારણે મોત થવાના અહેવાલ સમાચાર માધ્યમોમાં આવતા ગ્રામજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું. બળદેવભાઈએ જણાવ્યુ કે, 4 દિવસથી તેમનો પરિવાર ગુમ છે, દસ દિવસ અગાઉ પુત્ર કેનેડા જવાનું કહીને નીકળ્યો હતો. તેઓ કેવી રીતે જવાના હતા તેની કઈ ખબર નથી.

કોણ કોણ સાથે હતું એ પણ ખબર નથી. છેલ્લા બે દિવસથી તેનો સંપર્ક થઈ શક્યો નથી. પણ જ્યારે આ વાવડ સામે આવ્યા ત્યારે દિલના ધબકારા વધી ગયા હતા. કેનેડાથી કન્ટેનર અથવા ટ્રકથી ઘૂસે છે લોકો, મેક્સિકોની બોર્ડરથી પણ લોકો જીવના જોખમે સરહદ ઓળંગે છે, મેક્સિકોના જંગલમાઁથી પસાર થઈને અમેરિકા પહોંચે છે લોકો, બહમાસથી લોકો ગેરકાયદેસર રીતે બોટમાં અમેરિકામાં જાય છે. રોયલ માઉન્ટેન પોલીસને ત્રણ મૃતદેહ બરફ નીચેથી મળ્યા હતા. જ્યાં વધુ તપાસ કરતાં વધુ એક મૃતદેહ પણ મળ્યો હતો. જગદીશભાઈ બળદેવભાઈ પટેલ (ઉ. 35) અને તેમના પત્ની વૈશાલીબેન (ઉ. 33), પુત્રી વિહંગા(ગોપી) (ઉ. 12) અને પુત્ર ધાર્મિક (ઉ. 3) દસ બાર દિવસ અગાઉ અમેરિકા જવા માટે રવાના થયા હતા.

ગુમ થયેલા ગુજરાતી
મહેશભાઈ વાડીલાલ પટેલ,
વર્શિલ પંકજભાઈ ધોબી,
અર્પિત કુમાર રમેશભાઈ પટેલ,
પ્રિન્સકુમાર જ્યંતિભાઈ પટેલ,
સુજિતકુમાર અલ્પેશભાઈ પટેલ,
યશ દશરથભાઈ પટેલ,
પ્રિયંકા કાંતિભાઈ ચૌધરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW