HomeGujaratખોડલધામમાં એગ્રીકલ્ચર યુનિ. અને સોમનાથમાં ભવનનું લોકાર્પણ થશે

ખોડલધામમાં એગ્રીકલ્ચર યુનિ. અને સોમનાથમાં ભવનનું લોકાર્પણ થશે

તા.21મી જાન્યુઆરીએ ખોડલધામ મંદિરને પાંચ વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ અંગે ખોડલધામમાં પંચવર્ષીય પાટોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો તથા યજમાનો વર્ચ્યુઅલી જોડાયા છે. ચેરમેન નરેશ પટેલે સમાજના લોકોને સંબોધતા કહ્યું હતું કે, અમારા પર દરેક સમાજનું ઋણ છે. દરેક સમાજના મહાપુરૂષોની પ્રતિમા અહીં બનશે. સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટથી 20 કિમી દૂર પડઘરી પાસે અમરેલી ગામે 50 એકર જગ્યામાં શિક્ષણ અને આરોગ્યધામ તૈયાર થશે.

ખોલડધામ મંદિરે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. રાજકોટ સિટીથી માતાજીની મૂર્તિનું પ્રસ્થાન કેશુભાઈ પટેલે કરાવ્યું હતું. કેશુબાપા મા ખોડલને લઈને આવ્યા હતા. લાખો લોકોની ભીડ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. ખોડલધામ ખાતે 10008 LED સ્ક્રીન પર રાષ્ટ્રગાનનો રેકોર્ડ સ્થપાશે. બીજી તરફ સોમનાથ દાદાના સાનિધ્યમાં સોમનાથભવનનું લોકાર્પણ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે થશે. ખોડલધામ કોઈ સંસ્થા નહીં પણ એક વિચાર છે. દરેક સમાજનો સાથ અને સહકાર મળ્યો છે. દરેક સમાજે અહીં સહકાર આપ્યો છે. વર્ષ 2011માં અહીંથી પ્રસાદ રૂપે એક લાડવો આપવામાં આવ્યો તોત. પડઘરી તાલુકાના ડુંગરકા ગામના ખેડૂતોએ પોતાના મંદિરમાં હજુ સુધી એ લાડવો સાચવીને રાખ્યો છે. સરદાર પટેલ ફાઉન્ડેશનમાં અનેકવિધ કાર્યક્રમો સેવાકીય પ્રવૃતિ અને શિક્ષણના કામ થયેલા છે. આ સિવાય હવે ખોડલધામમાં એગ્રીકલ્ચર યુનિ. તૈયાર કરવામાં આવશે. વર્ષ 2022 પછી રાજકોટથી 25 કિમી દૂર અમરેલી ગામે શિક્ષણ અને આરોગ્ય ઘામ બની રહેશે. અમરેલી ગામે ખોડલધામ મંદિરે જમીન લઈ લીધી છે.

મંદિરમાં બે વખત માતાજીની આરાધના થાય છે. એક સામયિક પણ પ્રકાશિત થાય છે. ખોડલધામ મંદિરની યજ્ઞ શાળામાં મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. હરજીભાઈ ટિબડિયા તથા તેમનાં પત્ની સહિત પરિવાર યજ્ઞમાં બેઠાં હતા. તેઓ રાજકોટ જિલ્લાના પડધરીના તાલુકાના ગઢડા ગામના રહેવાસી છે. તેઓ ખોડલધામ મંદિરના શિલાયન્સ વખતે પણ યજ્ઞમાં બેઠા હતા. આ ભવ્ય કાર્યક્રમનું આજે સવારે 9 કલાકે લાઈવ પ્રસારણ થયું હતું.

રાજકોટ અને સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપરાંત દેશ-વિદેશથી પણ લાખો ભાવિકો આ ઓનલાઈન પાટોત્સવમાં જોડાયા હતા. કોવિડની ગાઈડલાઈન્સ પ્રમાણે, સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર 10008થી વધુ સ્થળે આરતીનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ચેન્નઈ, બેંગલુરુ સહિતની જગ્યાએ માતાજીની આરતી કરાઈ હતી. યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, કેન્યા, ઝામ્બિયા, આફ્રિકાના દેશોમાં પણ મા ખોડલની આરતી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW