મોરબી પાસેના થોરાળા રોડ ઉપર ફરી એક વખત અકસ્માતની ઘટના બની છે જેમાં કારમાં બેઠેલા વ્યક્તિનું મોત નિપજ્યું છે. મોરબીના રાજપર રોડ પર થોરાળા ગામ નજીક એક કાર વિજપોલ સાથે ધડાકા સાથે અથડાતા વ્યક્તિ નું નિધન થયું છે. આકારમાં એક મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતકની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી દીધી છે.

બુધવારે રાતના સમયે મોરબીના રાજપર રોડ પર થોરાળા ગામ થી નજીક એક કાર પસાર થઈ રહી હતી ત્યારે આ જીવલેણ ઘટના બની હતી. કાર ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર ધડાકા સાથે વીજપોલ સાથે અથડાઈ હતી. અકસ્માત ને કારણે કાર ઉંધી પડી ગઇ હતી જેના કારણે કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા થતાં મૃત્યુ પામ્યા છે.

એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એવી પણ એક વિગત જાણવા મળી છે કે મૃતકો મોરબી પાસેના કારખાનામાં કામ કરતા હતા. મૃતકોમાં એક મહિલા એક કોન્ટ્રાક્ટર અને એક મજૂર હોવાની વિગત મળી છે.

