HomeGujaratફૂડ ખાતા પહેલા ચેતજો, ભેંસના ઘીમાં વેજ.ઓઈલ,પફમાંથી કલર્સ મળ્યા

ફૂડ ખાતા પહેલા ચેતજો, ભેંસના ઘીમાં વેજ.ઓઈલ,પફમાંથી કલર્સ મળ્યા

રાજકોટ મહાનગર પાલિકાની કોર્પોરેશનની આરોગ્ય શાખાએ રાજકોટ સિટીમાં ફરી એક વખત સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરી દીધું છે. આરોગ્ય વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી ફૂડ શૉપ અને રેકડીઓ પર વેચાતા ફૂડના નમૂનાઓની તપાસ કરી છે. આ વખતે 150 ફૂટ રીગરોડ પર મવડી ચોકડીથી પુનિતનગર સુધીના વિસ્તારમાં 36 દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. 18 વેપારીઓને ફૂડ સંબંધીત લાયસન્સ માટે નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે 12 કિલોથી વધારે વાસી ખોરાકનો નાશ કરી દેવાયો છે.

રાજકોટ સિટીના 150 ફૂટ રિંગરોડ પર પુનિતનગર ચોકમાંથી શ્રીજી રેસ્ટોરાંમાંથી બટાટાનું શાક, નીરજ હોસ્પિટાલિટી-ધ ગેરેરિયા હોટેલમાંથી પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ક્રિષ્ના વડાપાઉં, કર્મા પાન, સાગર પાન, ગેલકૃપા સેલ્સ, પટેલ પાન, ઉમિયા પાન, માધવ પાન, બાલાજી ગોલા એન્ડ આઈસક્રિમ, લક્ષ્મી ફૂડ સેલ્સ, ક્રિષ્ના ટી સ્ટોલ, સંતકૃપા સ્ટીમ ઢોકળાવાળા, ગિરિરાજ પ્રોવિઝન, બંસી પાન, જલારામ મેડિકલ તથા વત્સ સુપર માર્કેટમાં ફૂડ સંબંધીત નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે ફૂડનો કચરો જાહેરમાં ફેંકવા સામે તથા ગંદકી કરવા બદલ 20 વેપારીઓને દંડ ફટકારાયો છે. આ ઉપરાંત પ્રતિબંધીત પ્લાસ્ટિકના ઉપયોગ સામે તથા સંગ્રહ કરવા બદલ આઠ વેપારીઓ પાસેથી દંડ પેટે ચાર્જ વસુલ કરાયો છે.જ્યારે જીત પફ દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. હરિઘવા મેઈન રોડ પર પટેલ ચોકમાં આવેલા હરિ યોગી લાઈવ પફમાંથી તપાસ કરવામાં આવતા સિન્થેટિક ફૂડ કલર તથા નોનપરમીટેડ ઓઈલ મળી આવ્યું હતું. સેમ્પલ લેવામાં આવતા ફૂડ ફેલ્યોર થયું છે. જ્યારે વત્સ સુપર માર્કેટમાં ઠંડા પીણાની બોટલ્સ, બ્રેડ તથા પેકેજ ફૂડની તપાસ કરવામાં આવી હતી. જ્યારે ક્રિષ્ના વડાપાઉં તથા દાબેલીની દુકાનમાંથી અખાદ્ય ફૂડ સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો. જેનો ઘટના સ્થળે જ નાશ કરી દેવાયો છે.

છેલ્લા કેટલાક સમયથી સિટી વિસ્તારથી દૂર આવેલી ફૂડ શૉપમાં ક્વોલિટી સામે ચેડા કરવામાં આવતા હોવાની ફરિયાદ કોર્પોરેશનની આરોગ્ય શાળાને મળી હતી. આ ઉપરાંત કેટલાક જાગૃત નાગરિકોએ પણ આ અંગે કોર્પોરેશનનું ધ્યાન દોર્યું હતું. જેને લઈને આરોગ્ય વિભાગની ટીમે અચાનક દરોડ પાડતા અખાદ્ય સામગ્રી મળી આવી હતી. રાજકોટમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા ફૂડ સ્ટોલ પર હવે આરોગ્ય વિભાગે આંખ લાલ કરી છે. ખાસ કરીને રેસ્ટોરાં અને ડેરી ઉત્પાદનનું વેચાણ કરતા વેપારીઓની ગુણવત્તા સામે બાંધછોડ અનેક વખત સામે આવી છે. જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર થાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW