મોરબી કચ્છ નેશનલ હાઈવે પર માળિયા નજીક નાઝ રોડ લાયન્સ નજીક એક અજાણ્યા ટ્રકના ચાલકે બાઈકને ઠોકર મારી પછાડી દીધા હતા જેમાં બાઈકમાં સવાર એક વ્યક્તિનું મોત થયું હતું જયારે એકને ઈજા પહોચી હતી બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી કચ્છ નેશનલ હાઈવે પર આવેલ નાઝ રોડ લાયન્સ પાસેથે સવજીભાઈ તેરસીંગભાઈ વસાવા તેમજ કાંતિભાઈ કીનશા વસાવા જીજે 13 પી 3334 નમ્બરનું બાઈક લઈને બે દિવસ પહેલા મોડી રાતે જતા હતા તે દરમીયાન અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારી પછાડી દીધા હતા આ ઘટનામાં કાંતિભાઈ વસાવાને પગ પર ટ્રક ચઢી જતા તેનું ઘટના સ્થળે મોત ન્પ્જ્યું હતું તો ફરીયાદી સવજીભાઈને ઈજા પહોચાડી હતી બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

