જસદણ તછા વીછિંયાના ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા છ દિવસ પહેલા કોરોનાથી સંક્રમીત થયા હતા. એનો કોવિડનો રીપોર્ટ પોઝિટિવ આવતા ઘરે આઈસોલેટ થયા હતા. પણ નિયમ જાણે માત્ર સામાન્ય લોકોને જ લાગુ પડતા હોય એવું ચિત્ર સામે આવ્યું છે. નેતાઓ માટે કોઈ નિયમ ન હોવાનું પુરવાર થયું છે. જસદણ ખાતે હોમ આઈસોલેશનનો ભંગ કર્યો હોય એવી વિગત સામે આવી છે. જ્યાં તેમણે પોતાના પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવી હતી.
એટલું જ નહીં સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ કરી લખ્યું કે, પૌત્ર, પૌત્રી સાથે પતંગ ચગાવી. હવે એમના પરિવારમાંથી કોઈ સંક્રમીત થશે તો જવાબદારી કોની? એ પરિવારના સભ્યો બીજા કોઈના સંપર્કમાં આવશે તો ચેપ નહીં લાગે એની કોઈ ગેરેન્ટી ખરા? ઉત્તરાયણના દિવસે કુંવરજી બાવળીયાએ સોશિયલ મીડિયામાં એવું લખ્યું હતું કે, ઘણા વર્ષો બાદ અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે પૌત્ર અર્જુન તથા પૌત્રી દીવા સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ અંગે સવાલ એ થાય છે કે, તંત્ર હોમ આઈસોલેશનમાં રહેલા વ્યક્તિઓ પર સતત નજર રાખે છે. રીપોર્ટ કરે છે તો શું નેતાઓને આ નિયમ લાગુ નથી પડતો? મીડિયા સાથેની વાતચીતમાં બાવળીયાએ કહ્યું હતું કે, તેઓ વહેલી સવારે નિત્યક્રિયા પૂરી કર્યા બાદ ભજનકિર્તન કરે છે. ભોજનમાં મગનું પાણી, ફળ તથા ખોરાક ખાય છે. શરીરમાં થોડી નબળાઈ જેવું લાગે છે. ડૉક્ટરે આપેલી દવાઓ લઉં છું. કોવિડની ગાઈડલાઈન્સનું પાલન કરૂ છું. જરૂર પડે તે ટેલિફોન પર વાતચીત પણ કરૂ છું. શરીરને પૂરતા પ્રમાણમાં આરામ આપું છું. હાલ ઘરના એક અલગ રૂમમાં રહું છું. આટલી વાત સાંભળ્યા બાદ રાજકોટની પ્રજામાં એ મુદ્દો ચર્ચામાં છે કે, નેતાને આઈસોલેશનમાંથી નીકળવાની છૂટ ક્યા ડૉક્ટરે આપી દીધી?
ઘણા વર્ષો બાદ આજે અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે પૌત્ર અર્જુન અને પૌત્રી દીવા સાથે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. 🪁🪁🪁🪁 pic.twitter.com/j5EfUHE8y3
— Kunvarji Bavaliya (@kunvarjibavalia) January 14, 2022
સામાન્ય માણસ જ્યારે કોવિડ પોઝિટિવ થાય ત્યારે એને રજા આપતા પહેલા પણ તબીબો રીપોર્ટ તપાસ કરીને રજા આપે છે. હોમ આઈસોલેશનમાં રહેલા લોકો પણ એક વખત તબીબી સલાહ લીઈને પછી ઘરની બહાર કે રૂમની બહાર નીકળે છે. તો નેતાઓ માટે શું આવા કોઈ નિયમ નથી? કે નિયમ માત્ર નેતાઓને જ લાગું પડે છે. ન માત્ર કુંવરજી બાવળીયા પણ ધનસુખ ભંડેરી, ભરત બોઘરા પણ કોવિડ સંક્રમિત થાય છે. જ્યારે જામનગર શહેરમાંથી મહાનગર પાલિકાના કમિશનર અને જિલ્લા ક્લેક્ટર પણ કોવિડ પોઝિટિવ મળી આવતા હોમ આઈસોલેટ થયા હતા.

