HomeNationalગણતંત્ર દિવસ પર બંગાળની ઝાંખી 'રીજેક્ટ',CM મમતાએ PM મોદીને લખ્યો આ પત્ર

ગણતંત્ર દિવસ પર બંગાળની ઝાંખી ‘રીજેક્ટ’,CM મમતાએ PM મોદીને લખ્યો આ પત્ર

તા.26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં યોજાતી પરેડ માટે પશ્ચિમ બંગાળનો ટેબ્લો સ્વીકારવામાં આવ્યો નથી. જેને લઈને હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. જેમાં આવા નિર્ણય સામે તેમણે વાંધો ઉઠાવ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી પાસેથી પરેડમાં પશ્ચિમ બંગાળના સ્વતંત્રતા સેનાનીઓની ઝાંખી ટેબ્લો પરેડમાં સામિલ કરવા અપીલ કરી હતી.

Row after Centre rejects West Bengal govt's tableau proposal for Republic  Day parade: What do rules say?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખવામાં આવેલા પત્રમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એવું કહ્યું કે, અચાનક ગણતંત્ર દિવસ પરેડમાંથી પશ્ચિમ બંગાળ સરકારની પ્રસ્તાવિત ઝાંખીનો અસ્વીકાર કરવા બદલ આઘાત લાગ્યો છે અને સ્તબ્ધ છે. આ વખતે પશ્ચિમ બંગાળના ટેબ્લો ઝાંખીનો વિષય સુભાષચંદ્ર બોઝ અને તેમના INAની 125મી જયંતિ પર એક યોગદાન પ્રદર્શિત કરવાનો હતો. મહાન સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરતા એમના ચિત્રોને ઝાંખીમાં મૂકવામાં આવ્યા હતા. પણ મુખ્યમંત્રી બેનર્જીના જણાવ્યા અનુસાર આને કેન્દ્ર સરકાર તરફથી સ્વીકારમાં આવ્યા નથી. આના પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે, આવું કરવું એ સ્વતંત્રતા સેનાનીઓના મહત્ત્વને ઓછું આંકવા બરોબર છે. આ સિવાય ભારત સરકારના આ નિર્ણય પર ફરીથી વિચારણા કરવા માટે પણ કહ્યું છે. દેશની સ્વતંત્રતાના 75માં વર્ષ પર ગણતંત્ર દિવસ પરેડમાં પશ્ચિમ બંગાળના સ્વતંત્રતા સેનાનીઓની ઝાંખી સામિલ કરવા માટે ફરીથી એક અપીલ કરી છે. જોકે, કેન્દ્ર સરકાર તરફથી આ અંગે કોઈ પ્રકારનું નિવેદન સામે આવ્યું નથી. કેન્દ્ર સરકાર આ વિષય પર કોઈ ચોખવટ નથી કરી.

એટલું જ નહીં એવું કોઈ કારણ પણ કહ્યું નથી કે, શા માટે બંગાળની ઝાંખીને રીજેક્ટ કરી દેવામાં આવી છે. સુત્રોમાંથી મળતી વિગત અનુસાર સુભાષચંદ્ર બોઝની જયંતિને સામિલ કરવા માટે ગણતંત્ર દિવસનું સેલિબ્રેશન હવે તા.24 જાન્યુઆરીના બદલે દર વર્ષે 23 જાન્યુઆરીથી શરૂ થઈ જશે. જોકે, આ અંગે મુદ્દો ત્યાં અટવાયો છે કે, આવી થીમ અંતર્ગત શા માટે મંજૂરી આપવામાં આવી નથી. દર વર્ષે જુદી જુદી થીમ અંતર્ગત અલગ અલગ રાજ્યના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવે છે. પણ પશ્ચિમ બંગાળનો આ ટેબ્લો રીજેક્ટ થતા અનેક પ્રકારની ચર્ચા દિલ્હીની કલ્ચર લોબીમાં થઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW