HomeNationalઆખરે સામે આવ્યું, શા કારણે તૂટ્યું હતું CDS રાવતનું હેલિકોપ્ટર, ટેકનિકલ ક્ષતિ...

આખરે સામે આવ્યું, શા કારણે તૂટ્યું હતું CDS રાવતનું હેલિકોપ્ટર, ટેકનિકલ ક્ષતિ ન હતી

ભારતીય વાયુ સેના IAFએ કહ્યું છે કે હેલિકોટર અકસ્માતમાં ટ્રાઇ સર્વિસિસ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીએ પોતાના પ્રારંભિક રીપોર્ટ સોંપી દીધા છે. IAFએ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીમાં હેલિકોપ્ટર દુર્ઘટનાના કારણો જણાવ્યા છે. હેલિકોપ્ટર ક્રેશની ટ્રાઇ સર્વિસ તપાસે હવે સત્તાવાર રીતે સ્પષ્ટ કરી દીધું છે કે CDS જનરલ બિપિન રાવતના આ દુર્ઘટમાં કોઈ ટેક્નિકલી ખરાબી, બેદરકારી કે ન કે તેની પાછળ કોઈ કાવતરું હતું. અચાનક સ્થાનિક સ્તર પર બદલાયેલા હવામાનમાં વાદળો આવી જવાથી પાયલટ દિશા ભટકાવનો શિકાર થઈ ગયા. CDS જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત સાથે આ હેલિકોપ્ટરમાં સવાર બધા 14 સૈન્યકર્મી અને પાયલટોનું મોત થઈ ગયું હતું.

જનરલ બિપિન રાવતને લઈ જઈ રહેલા હેલિકોપ્ટર MI-17 V5 8 ડિસેમ્બર 2021ના રોજ દુર્ઘટનાગ્રસ્ત થવાની તપાસ માટે દેશના રક્ષા મંત્રાલયે એર માર્શલ માનવેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં ટ્રાઇ સર્વિસ તપાસ સમિતિની રચના કરી હતી. આ અકસ્માતને લઈને આ તપાસ સમિતિએ ગયા અઠવાડિયે જ પોતાની પ્રાથમિક તપાસ રીપોર્ટથી રક્ષા મંત્રી રાજનાથ સિંહને વિસ્તૃત માહિતી આપી હતી. રક્ષા મંત્રાલયે શુક્રવારે સમિતિના તપાસ કેટલાક પાસાઓને સાર્વજનિક કર્યા છે. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દુર્ઘટનામાં કોઈ પ્રકારનું કાવતરું, બેદરકારી અને ટેક્નિકલી ખરાબીના કોઈ પુરાવા નથી. તપાસ સમિતિએ હેલિકોપ્ટરના ફ્લાઇટ ડેટા રેકોર્ડર, કોકપિટ વાયસ રેકોર્ડર સાથે દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી લોકોની પૂછપરછ કરી છે. જેથી એ વાત સ્પષ્ટ છે કે તામિલનાડુના કુન્નુર વિસ્તારમાં હવામાનમાં ઓચિંતો બદલાવ થયો. હેલિકોપ્ટર વાદળો વચ્ચે આવી ગયું. જેના કારણે પાયલટ દિશા ભટકી ગયા હતા. હેલિકોપ્ટર પર્વત સાથે અથડાયું અને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. ટ્રાઇ સર્વિસ તપાસ સમિતિએ આ દુર્ઘટનાની તપાસ સાથે જ ભવિષ્યમાં એવા પડકારો અને જોખમોને પહોંચીવળવા માટે કેટલીક ભલામણો પણ કરી છે. રક્ષા મંત્રાલયના જણાવ્યા મુજબ આ ભલામણોની સમીક્ષા કરવામાં આવી રહી છે. મંત્રાલયે આ ભલામણોની હાલમાં જાણકારી આપી નથી.

Political leaders pray for safety of CDS Gen Bipin Rawat, others after  chopper crashes in Tamil Nadu

જનરલ રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે સ્ટાફ કોર્સના અધ્યાપકો અને વિદ્યાર્થી અધિકારીઓને સંબોધવા માટે વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કૉલેજ જઈ રહ્યા હતા. જનરલ રાવતના પત્ની મધુલિકા રાવત, તેમના સંરક્ષણ સલાહકાર બ્રિગેડિયર લખબિન્દર સિંહ લિડર, સ્ટાફ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ અને એરફોર્સ હેલિકોપ્ટર ક્રૂ સહિત અન્ય 9 સશસ્ત્ર દળોના જવાનોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW