આપણા દેશમાં અનેક એવા મંદિરો છે જેની વિશેષતા જાણીને ચોંકી જવાય. પણ ઉત્તરાખંડમાં એક એવું મંદિર આવેલું છે જેને ન્યાયના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરનું નામ ગોલુ દેવતા મંદિર છે. અહીં લોકો ચિઠ્ઠી લખીને લોકો પ્રાર્થના અરજી કરે છે. પોતાની સમસ્યાનો નીવડો આવી જાય તો માનતા પૂરી કરવા માટે લોકો અહીં મંદિરમાં એક ઘંટી બાંધી જાય છે. તેથી તેને ઘંટી મંદિર પણ કહેવામાં આવે છે.
આ મંદિરમાં જ્યાં જુવો ત્યાં ઘંટીઓ બાંધેલી છે. અનેક જગ્યાએ ચિઠ્ઠીઓ લખેલી છે. આ ઉપરાંત અહીં જે યુવાનો લવ મેરેજ કરવા માગે છે એ અહીં આવે છે. એવી માન્યતા છે કે, આ મંદિરમાં ફેરા ફરવામાં આવે તો દામપત્ય જીવન ખુશખુશાલ રહે છે. કુંમાઉ ક્ષેત્રના ચંપાવતના કત્યુરી રાજા ઝાલરાઈની કુલ સાત રાણી હતી. એમાંથી એક પણ રાણીને કોઈ સંતાન પ્રાપ્તિ ન થઈ. રાજાએ સંતાન પ્રાપ્તિ માટે અનેક દેવી દેવતાને પ્રાર્થના કરી. છતાં કોઈ પરિણામ ન આવ્યું. આખરે જ્યોતિષ અને પંડિતો પાસે આ સમસ્યાનું નીવારણ કરવા માટે ગયા. પંડિતે કુંડલી જોઈને કહ્યું કે, આઠમી વખત લગ્ન કરશો તો સંતાન પ્રાપ્તિ થશે. રાજા ઝાલરાઈએ એક દિવસ સપનામાં નિલકંઠ પર્વત પર કંલિકા નામની એક સુંદરીને જોઈ. બીજા દિવસે દરબારમાં વાત જણાવી. રાજા એ પર્વત પર ગયા. વર્ષો વીત્યા હોવા છતા સુંદરી જોવા મળી નહીં. અંતે કલિંકા જોવા મળી. યુવતીએ કહ્યું કે, નજીકમાં એક સાધુ તપસ્યા કરી રહ્યા છે એની મંજૂરી લઈને આવો. સાધુ પાસે પહોંચેલા રાજાએ પોતાની વ્યથા ઠાલવી. આ મુશ્કેલી સાંભળીને સાધુને દયા આવી ગઈ. સાધુએ મંજૂરી આપી, બંને લગ્ન કરીને રાજ્યમાં પરત આવ્યા. પછી બાકીની રાણીને ઈર્ષા થવા લાગી. આ રાણીઓએ કલિંકા પાસે નવજાત શિશુના બદલે લોહીથી રંગાયેલો પથ્થર મૂકી દીધો અને બાળકને ગૌશાળામાં ફેંકી દીધું. બાળક ગૌશાળામાં મોટું થયું.

રાણીએ ખોટું બોલ્યું કે, કલિંકાએ બાળકના બદલે પથ્થર પેદા કર્યો છે. જ્યારે રાણીઓએ તપાસ કરી ત્યારે નવજાત બાળક ગૌશાળામાં રમતું હતું. પછી ઝાડીમાં ફેંક્યું તો પણ બાળકને એક ઈજા પણ ન થઈ. પછી પાણીમાં વહાવી દીધું તો માછીમારે એને મોટું કર્યું. કારણ કે માછીમારને પણ સંતાન ન હતા. પછી એનું નામ રાખ્યું ગોલું. જેના સપનામાં કલિંકા માતા અને પિતા રાજવી દેખાયા. પછી માછીમાર પિતાને લાકડાનો ધોડો બનાવી દેવા કહ્યું. ગોલું લાકડાને ઘોડાને પાણી પીવડાવી રહ્યો હતો એ સમયે સ્નાન કરવા આવેલી રાણી-સાવકી માતાએ એનો વિરોધ કર્યો અને પૂછ્યું કે લાકડાનો ધોડો કેવી રીતે પાણી પીવે?જેનો જવાબ આપતા ગોલુંએ કહ્યું કે, તો એક સ્ત્રી પથ્થર કેવી રીતે પેદા કરી શકે? આ વાત સાંભળીને રાણીના પગ નીચેથી જમીન સરકી ગઈ. યુદ્ધના ધોરણે રાજાને ખબર કરવામાં આવી. ગોલુંને દરબારમાં બોલાવાયો અને કલિંકા સાથે થયેલા અત્યાચારની વાત છતી થઈ. રાજાએ રાણીના મૃત્યુદંડની સજા ફટકારી પણ ગોલું એમના માફ કરી દેવા કહ્યું. તેથી લોકો આજે પણ ન્યાય મેળવવા માટે ગોલુંના શરણે જાય છે.

