HomeGujaratમોરબીમા સોમવારે સૌથી વધુ 51 દર્દી કોરોના પોઝિટિવ, મોરબી શહેરમાં જ 25...

મોરબીમા સોમવારે સૌથી વધુ 51 દર્દી કોરોના પોઝિટિવ, મોરબી શહેરમાં જ 25 કેસ

મોરબી જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં તેજ ગતિએ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને મોરબી શહેરમાં કેસમાં મોટા પાયે ઉછાળો આવ્યો છે. સોમવારે મોરબી જિલ્લામાં કુલ 51 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાથી મોરબી શહેરમાં 25 કેસ પોઝિટિવ આવ્યા હતા જયારે 19 દર્દી મોરબી ગ્રામ્ય વિસ્તારોમાં પોઝિટિવ આવ્યા હતા અન્ય તાલુકાની વાત કરીએ તો વાંકાનેર શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં 1-1દર્દી,ટંકારાના આસપાસની ગ્રામ પંચાયતમાં 2,માળીયા તાલુકા પંચાયતના 3 કેસ સામે આવ્યા હતા. બીજી તરફ મોરબીના 11, અને માળિયાના 1એમ કુલ 12 દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ થઈ ગયા હતા.જિલ્લામાં કુલ 1449 દર્દીના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. 207 એક્ટિવ કેસ છે. મોરબી જિલ્લાની કુલ વાત કરીએ તો 6753 પોઝીટિવ કેસ આવ્યા હતા જેમાથી 6205 દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા હતા. જોકે લાંબા સમયથી એક પણ મોત થયા નથી જોકે બીજી લહેર દરમિયાન 87 દર્દીના મોત થયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW