રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેરમાં છાત્રોથી લઈને અનેક રાજકીય આગેવાનો, નેતાઓ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. ત્યારે આજે ભાજપના સૌરાષ્ટ્રના વધુ એક નેતા કોરોનાથી સંક્રમિત થયા છે. ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા કોરોના સંક્રમિત થતા આ અંગેની જાહેરાત ટ્વિટર ઉપર કરી છે.
ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ – 72 જસદણ વિંછીયા વિધાનસભા (જસદણ શહેર, જસદણ તાલુકો તથા વિંછીયા તાલુકો) – ના બીજા દિવસે વિવિધ વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. @BJP4India @BJP4Gujarat pic.twitter.com/u34ixReuWA
— Kunvarji Bavaliya (@kunvarjibavalia) January 10, 2022
સૌરાષ્ટ્ર-કચ્છમાં થોડા દિવસો પહેલા ભાજપે મસમોટી સભાઓ ગજવી હતી. હવે આ સભાઓ ભાજપના નેતાઓને ભારે પડી રહી છે. એક પછી એક ભાજપના નેતાઓ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. સવારે મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને જિલ્લા ભાજપના મહામંઊી મનિષ ચાંગેલાનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો. તો આ પહેલા ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરા અને નિતિન ભારદ્વાજના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યાં છે. ત્યારે તેમાં ભાજપના સૌરાષ્ટ્રના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
કોવિડના લક્ષણો જણાતા ડોકટરની સૂચના મુજબ ટેસ્ટ કરાવેલ જે પોઝિટિવ આવેલ છે.હાલમાં તબિયત સ્થિર છે અને પોતાના નિવાસસ્થાને સેલ્ફ આઇસોલેટ થઈને સારવાર લઈ રહ્યો છું.છેલ્લા થોડા દિવસમાં મારા સંપર્કમાં આવેલ તમામ લોકોએ પોતાના સ્વાસ્થ્ય સાચવવું,જરૂર પડ્યે ડોક્ટરના માર્ગદર્શન મુજબ તપાસ કરાવવી.
— Kunvarji Bavaliya (@kunvarjibavalia) January 10, 2022
આ અંગે તેમણે ટ્વિટર ઉપર જણાવ્યું છે કે, કોવિડના લક્ષણો જણાતા તબીબોની સુચના મુજબ ટેસ્ટ કરાવ્યા હતા. જે પોઝિટીવ આવ્યાં છે. હાલમાં તબિયત સ્થિર છે અને પોતાના નિવસસ્થાને સેલ્ફ આઈસોલેડ થઈને સારવાર લઈ રહ્યાં છે. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોએ પોતાનું સ્વાસ્થ્ય સાચવવું અને જરૂર પડ્યે તબીબોના માર્ગદર્શન હેઠળ તપાસ કરાવવા અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસો પહેલા જ તેમને સભા ગજવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ પણ હાજર રહ્યાં હતાં.

