HomeNationalરક્ષામંત્રી રાજનાથસિંહ થયા કોરોના પોઝિટીવ, ટ્વિટ કરીને આપી આ માહિતી

રક્ષામંત્રી રાજનાથસિંહ થયા કોરોના પોઝિટીવ, ટ્વિટ કરીને આપી આ માહિતી

દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેરમાં સામાન્ય માણસથી લઈને નેતાઓ અને સેલીબ્રિટીઓ ઝપેટમાં આવી રહ્યાં છે. આજે દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ કોરોના સંક્રમિત થતા તેમણે ટ્વિટર દ્વારા માહિતી આપી છે. તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોને પોતાના ટેસ્ટ કરાવી લેવા માટે અપીલ કરી છે.

રક્ષામંત્રી રાજનાથસિંહે આ અંગે ટ્વિટર ઉપર માહિતી આપતા જણાવ્યું છે કે, આજે મારો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હું કોરોના સંક્રમિત થયો છું. મને હળવા લક્ષણો હતા. હું હોમ ક્વોરેન્ટાઈન થયો છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકો પોતાના રિપોર્ટ કરાવીને આઈસોલેટ થાય. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 1,79,723 નવા કેસો નોંધાયા છે. તો 146 લોકોના કોરોનાથી મોત નીપજ્યાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW