HomeGujaratરાજ્યમાં શીતલ્હેર નલિયા ૬.૫ ડીગ્રી સાથે સૌથી ઠંડુ શહેર,સૌરાષ્ટ્રમાં પણ આકરી ઠંડીની...

રાજ્યમાં શીતલ્હેર નલિયા ૬.૫ ડીગ્રી સાથે સૌથી ઠંડુ શહેર,સૌરાષ્ટ્રમાં પણ આકરી ઠંડીની આગાહી

સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડ્યા બાદ હાલ વાતાવરણ ચોખ્ખુ થઇ જતા ઠંડીનો વધુ એક દોર શરુ થયો છે રાજ્યના પાંચ જિલ્લા અમદાવાદ,ગાંધીનગર,કચ્છ,બનાસકાઠા અને પાટણમાં આગામી 24 કલાક દરમિયાન કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.અમદાવાદમાં રવિવારે ન્યુનતમ તાપમાન 8.9 ડીગ્રી સસુધી પહોચી જતા શહેરી જનો થરથરી ઉઠ્યા હતા રાજ્યમાં ફરી એકવાર નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે રવિવારે અહી લઘુતમ તાપમાન 6.8 ડીગ્રી સુધી પહોચી ગયુ હતું.રાજ્યના 8 શહેરમાં લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડીઝીટ સુધી પહોચી ગયો છે.તો ૩ શહેરમાં 12 ડીગ્રી સુધી નોધાયું હતું.
મોરબી જીલ્લાની વાત કરીએ તો રવીવાર અને સોમવારે આકરી ઠંડીનો અનુભવ થયો હતો બિનસત્તાવાર રીતે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં પણ લઘુતમ તાપમાન 9 ડીગ્રી આસપાસ જયારે મહતમ તાપમાન 23 ડીગ્રી નોધાયું હતું. રાજ્યમાં વધી રહેલી ઠંડીના કારણે નાના શહેરોમાં પણ રાત્રીના સમયે કર્ફ્યું જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

ઉતરભારતમાં થઇ રહેલી હિમ વર્ષના કારણે મેદાની પ્રદેશમાં બાદ છેક ગુજરાત સુધી અસર જોવા મળી છે. જેના કારણે આગામી 24 કલાક ઠંડીની અસર જોવા મળી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW