HomeGujaratCentral Gujaratઓમિક્રોનની તપાસ કરવા માટે ટાટાની કીટ આવી બજારમાં, આ તારીખથી મળતી થઈ...

ઓમિક્રોનની તપાસ કરવા માટે ટાટાની કીટ આવી બજારમાં, આ તારીખથી મળતી થઈ જશે

કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોન ભારતમાં હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે હવે તેની તપાસ માટે ટાટા મેડિકલ ડાયગ્નોસ્ટિકએ એક ટેસ્ટિંગ કિટ તૈયાર કરી છે. આ કીટને સરકારની મંજૂરી મળી ગઈ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે બુધવારના રોજ બજારમાં ઉપલબ્ધ થશે.

કંપનીના જણાવ્યા પ્રમાણે ઓમિક્રોન વેરિયન્ટની તપાસ વહેલી થાય તે માટે ટાટા મિડકલ ડાયગ્નોસ્ટિકએ ટેસ્ટીંગ કીટ તૈયાર કરી છે. આ કીટ 12 જાન્યુઆરીથી કોમર્શિયલ યુઝ માટે ઉપલબ્ધ થઈ જશે. આ કીટ કોરોના વાયરસના બીજા વેરિયન્ટને ઓળખવામાં સક્ષમ છે અને આ કીટની કિંમત રૂપિયા 250 છે.

ટાટા એમડીએ ટેસ્ટિંગ કીટને ઓમીસ્યોર નામ અપાયું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે તેને મંજૂરી આપી દીધી છે. તેમજ આ યુનિક ટેસ્ટ ડિઝાઈનવાળી આ કીટ સિંગલ ટ્યુબ ફૂલી મલ્ટીપ્લેક્સ્ટ ટેસ્ટ છે. કંપનીએ તેને પ્રોવિઝનલ પેટન્ટ માટે અરજી કરી છે. આ કીટ ઓમિક્રોન વાયરસને ડિટેક્ટ કરવામાં 99.25 ટકા કારગર છે.

આ કીટને બેંગલુરૂના ડૉ. વી. રવિની આગેવાની હેઠળની ટીમે તૈયાર કરી છે. અત્યારે તે ટાટા એમડીમાં આરએન્ડીના હેડ છે. તેમણે જણાવ્યું છે કે, આ હોમ ટેસ્ટિંગ કીટ નથી. આ વાયરલ જિનેટિક મટિરિયરને ડિટેક્ટ કરે છે. અને વાયરલ એન્ટીજન નથી. આ કીટ માટે ટ્રેનરલોકો, ખાસ સાધન અને બાયો સેફ્ટીની જરૂર છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW