HomeGujaratજીઓ એ શરૂ કરી નવી સર્વિસ,યાદ નહીં રાખવી પડે રિચાર્જડેટ

જીઓ એ શરૂ કરી નવી સર્વિસ,યાદ નહીં રાખવી પડે રિચાર્જડેટ

રિલાયન્સ જિયોએ પોતાની એક નવી સેવા શરૂ કરી છે. આ સેવા UPI ઓટોપે નામથી રજૂ કરવામાં આવી છે. જિયોએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સાથે મળીને તેની નવી સેવા રજૂ કરી છે. તે એક પ્રકારની ચુકવણી સેવા છે. Jioના દાવા મુજબ, Jio પહેલી ટેલિકોમ કંપની બની ગઈ છે જેની પાસે UPI આધારિત AutoPay છે. Jioની UPI આધારિત ઓટોપે સેવા પોસ્ટપેડ તેમજ પ્રી-પેઈડ ગ્રાહકો માટે શરૂ કરવામાં આવી છે.

Reliance Jio એ Jio ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને UPI આધારિત ઓટોપે સેવા શરૂ કરી છે. ખરેખર એવું જોવા મળે છે કે દર મહિને ગ્રાહકોને રિચાર્જની તારીખ યાદ રાખવી પડે છે. જો તમે રિચાર્જની તારીખ ભૂલી જાઓ છો, તો ટેલિકોમ સેવા બંધ થઈ જશે. જોકે, Jioની નવી UPI ઑટોપે સેવા તમને દર મહિને રિકરિંગ રિક્વેસ્ટની ઝંઝટમાંથી મુક્ત કરશે. ઉપરાંત, રિચાર્જની સમાપ્તિની તારીખ યાદ રાખવાની જરૂર રહેશે નહીં. રિચાર્જ ખાતામાંથી આપમેળે ડેબિટ થઈ જશે. જેથી કોઈ સર્વિસ મહિનો પૂરી થતા બંધ થશે નહીં. નંબર પણ એક્ટિવ રહેશે. Jio ગ્રાહકો My Jio એપ પર UPI આધારિત ઓટોપે સેવા માટે સૂચનાઓ સેટ કરી શકશે. જો કે, Jio ગ્રાહકોએ રૂ. 5000 સુધીના રિચાર્જ પર કોઈપણ UPI પિન દાખલ કરવાની જરૂર રહેશે નહીં. પરંતુ જો 5000 રૂપિયાથી વધુનું રિચાર્જ કરાવે છે, તો UPI પિન દાખલ કરવો પડશે. Jio યુઝર્સ પણ સમયાંતરે તેમના ટેરિફ પ્લાનને અપડેટ કરી શકશે. અન્ય ફેરફારો પણ કરી શકો છો.

NPCIના ચીફ પ્રોડક્ટ ઓફિસર કુણાલે જણાવ્યું હતું કે Jio સાથેની ભાગીદારી ગ્રાહકના મોબાઈલ ટેરિફ પ્લાન રિચાર્જના અનુભવમાં નોંધપાત્ર ફેરફાર કરશે. ઉપરાંત, Jio ગ્રાહકોને NPCI તરફથી વધારાની સ્તરની સુરક્ષા મળશે. તેમણે દાવો કર્યો હતો કે UPI આધારિત ઓટોપે સેવા સંપૂર્ણપણે સુરક્ષિત છે. થોડા મહિના પહેલા જીઓ સહિત દરેક ટેલિકોમ કંપનીએ પોતાના માસિક ટેરિફ પ્લાનમાં વધારો કર્યો હતો. આ સાથે વેલિડિટી દિવસ સામે ટેરિફ રેટ પણ વધાર્યા હતા. જોકે, માત્ર જીઓ જ નહીં દરેક ટેલિકોમ કંપની આ માટે વિચાર કરી રહી છે. પણ જીઓએ આ અંગે દરેક તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. આવનારા દિવસોમાં જીઓની કોઈ મોટી અપડેટ ગ્રાહકોને મળી શકે છે. નવા વર્ષે કંપની કંઈક મોટું કરવાનું વિચાર રહી છે .

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW