HomeGujaratશાર્દુલે કરી ચોખવટ,કેવી રીતે હરીફ ખેલાડીઓને ફસાવ્યા અને પડ્યું 'લૉર્ડ' નામ

શાર્દુલે કરી ચોખવટ,કેવી રીતે હરીફ ખેલાડીઓને ફસાવ્યા અને પડ્યું ‘લૉર્ડ’ નામ

સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી જોહનસબર્ગ ટેસ્ટમેચમાં શાર્દુલ ઠાકરે મસ્ત પર્ફોમન્સ આપ્યું છે. પહેલી ઈનિગમાં માત્ર 202 ઓલ આઉટ થયેલી ભારતીય ક્રિકેટ ટીમ સામે પડકાર એ હતો કે સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમને ઓછા સ્કોર પર કેવી રીતે અટકાવી શકાય. એક સમયે આફ્રિકા ટીમ પાર્ટનરશીપ બનાવીને રમતી હતી. પણ શાર્દુલને હરીફ ટીમના દરેક પ્રયાસને નિષ્ફળ કર્યા. પહેલા દાવમાં 7 વિકેટ લેનારા શાર્દુલ ઠાકુરે સ્પષ્ટ કર્યું કે, કેવી રીતે રણનીતિ બનાવી હતી.

બીજા દિવસની ગેમ પૂરી થયા બાદ બોલિંગ કોચ પારસ મ્હાબ્રે સાથેની વાતચીત દરમિયાન શાર્દુલ ઠાકુરે એવું કહ્યું કે, જ્યારે પણ હું મેદાન પર જાવ છું ત્યારે મને પૂરો આત્મવિશ્વાસ હોય છે કે હું રમી શકીશ. આ જ ખેલાડીઓની સાચી તાકાત છે. આ જ મારી સફળતાનો સાચો મંત્ર છે. હું કાયમ જીતવા માટે મેદાને ઊતરૂ છું. મારો પ્રયાસ એક યોગ્ય એરિયામાં બોલ ફેંકવાનો હોય છે. પણ પિચ પર થોડી મદદ મળી રહે છે. આ મેચમાં પણ એવું બન્યું હતું. એવામાં મેં બોલને યોગ્ય રીતે સ્વિંગ કરવાનો પ્રયાસ કર્યો. પછી ભગવાનની ઈચ્છા. પણ હું ટીમ માટે ઘણી સારૂ કામ કરી શક્યો છું. પારસ મ્હાબ્રેએ આ દરમિયાન ઠાકુરને પૂછ્યું કે, લોર્ડ શાર્દુલ અંગે વાત કરે. ખેલાડી આ મામલે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ટ્રેન્ડ અંગે પણ જણાવ્યું હતું. આ સાથે સચીન તેંડુલકરે વખાણ કરતી જે ટ્વિટ કરી હતી. એનો પણ ઉલ્લેખ કર્યો. શાર્દુલે એવું કહ્યું કે, આ ખુશીની વાત છે કે, ખુદ ક્રિકેટના ભગવાને મારા અંગે ટ્વિટ કર્યું. તેમણે ઘણા મોરચે મને મોટો સપોર્ટ કર્યો છે. જ્યારે અમે ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યા હતા ત્યારે ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં જ્યારે મેં સતત વિકેટ ખેરવી હતી ત્યારે લૉર્ડ એવું નામ મને આપ્યું હતું.

બસ ત્યારથી લૉર્ડ શાર્દુલ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે. ઠાકુરે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં જોહનસબર્ગ ટેસ્ટમાં પહેલા દાવમાં 61 રન આપીને સાત મહત્ત્વની વિકેટ ખેરવી હતી. કોઈ ભારતીય બોલરનું સાઉથ આફ્રિકામાં આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આવી બોલિંગ ભાગ્યે જ કોઈની રહી છે. આ જ કારણોસર સાઉથ આફ્રિકામાં ભારતીય ક્રિકેટ ટીમ મજબુત દેખાઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW