HomeGujaratઅહીં વિદ્યાર્થીઓ નહીં વાલીઓ આવે છે સ્કૂલમાં ભણવા, જાણો કેમ

અહીં વિદ્યાર્થીઓ નહીં વાલીઓ આવે છે સ્કૂલમાં ભણવા, જાણો કેમ

કોરોના વાયરસના કેસ સ્કૂલમાંથી સામે આવતા શિક્ષણવિભાગ સામે મોટું જોખમ ઊભું થયું છે. સમગ્ર ગુજરાતમાં ઓફલાઈન એજ્યુકેશન શરૂ થયું છે. શિક્ષકની સાથોસાથ વિદ્યાર્થીઓ પણ પોઝિટિવ આવી રહ્યા છે. એવામાં રાજકોટની એક સ્કાય કિડ્ઝ સ્કૂલે એક નવો અભિગમ શરૂ કર્યો છે. જે બીજી સ્કૂલ માટે પણ પ્રેરણાદાયી બની રહેશે. સ્કૂલમાં નર્સરીના બાળકો અભ્યાસ કરી રહ્યા છે પણ લોકડાઉન બાદ બાળકોમાં મોબાઈલની આદતને ડામવા સ્કૂલે હવે વિદ્યાર્થીઓ નહીં વાલીઓ જાય છે.

આ સ્કૂલે વાલીઓને શાળાએ બોલાવીને એજ્યુકેશન આપવાનો નવો કોન્સેપ્ટ શરૂ કર્યો છે. આ વાલીઓ પછી ઘરે જઈને પોતાના બાળકોને શિક્ષણ આપે છે. ઘરે શિક્ષક બની પોતાના સંતાનને ભણાવે છે. વાલીઓ જો શિક્ષક બને તો ખરા અર્થમાં બાળકો મોબાઈલથી દૂર રહે. રાજકોટના કેટલાક વાલીઓ આ કોન્સેપ્ટને અપનાવીને પોતાના સંતાનને અભ્યાસ કરાવી રહ્યા છે. રાજકોટ સિટીના સાધુ વાસવાણી રોડ પર આવેલી સ્કૂલમાં 100થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોરોનાથી બચાવવા અને મોબાઈલની લતથી દૂર રાખવા નવી પહેલ કરાઈ છે. આ સ્કૂલના આચાર્ય વર્ષા પોપટ કહે છે કે, જે વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે એ તમામની ઉંમર 3થી 6 વર્ષની છે. આ બાળકોની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય છે. આવા બાળકો ઝડપથી સંક્રમિત થઈ શકે છે. એટલે લોકડાઉન બાદ આજ દિવસ સુધી બાળકોને અભ્યાસ માટે કદી સ્કૂલે બોલાવવામાં આાવ્યા નથી. આ ઉપરાંત બાળકોને કોઈ રીતે કોરોનાનો ચેપ ન લાગે એ માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જ્યારે બાળકોને નાનપણથી મોબાઈલની લત ન લાગે એ માટે વાલીઓને શાળાએ બોલાવીને અભ્યાસ કરાવાઈ રહ્યો છે. જે પછી ઘરે એના સંતાનોના શિક્ષક બનીને અભ્યાસ કરાવે છે. રાજકોટની શાળાઓ માટે આ એક અલગ કોન્સેપ્ટ છે.

અમે એક સાથે ઘણા બધા વાલીઓને બોલાવતા નથી. માત્ર ચારથી પાંચ વાલીઓને જ બોલાવી સોશિયલ ડિસ્ટન્સમાં બેસાડી એક અઠવાડિયાનું એસાઈમેન્ટ આપીએ છીએ. જે પછી વાલીઓ ઘરે એના બાળકોને આપે છે. સમજાવે છે. ભણાવે છે. પછી એ બાળકોનો વીડિયો ઊતારીને જે તે શિક્ષકને મોકલવામાં આવે છે. જ્યારે બાળકની કોઈ ભૂલ હોય તો શિક્ષક સીધા જ વાલીનું ધ્યાન દોરે છે. આ શિક્ષકો વાલીઓને પણ વાંચતા અને લખતા શિખવે છે. એક વાલીએ જણાવ્યું કે, મારો દીકરો આ સ્કૂલમાં અભ્યાસ કરે છે. પણ તેને લોકડાઉન બાદ સ્કૂલે બોલાવાયો નથી. એના બદલે હું સ્કૂલ પર આવીને એનું હોમવર્ક લઉં છું. પછી ઘરે જઈને એને શીખવું છું. આજે સગા સંબંધીઓ અને પાડોશીઓના બાળકોમાં મોબાઈલની લત પડી ગઈ હોવાનું જોવા મળે છે. પણ મારો દીકરો મોબાઈલથી દૂર રહે છે. સાથે શિક્ષણ તો લે જ છે. હું એવું માનું છું કે, દરેક સ્કૂલે આ પ્રકારનો કોન્સેપ્ટ અપનાવી એજ્યુકેશન આપવું જોઈએ. જેથી બાળક મોબાઈલથી દૂર રહે. આંખને નુકસાન ન થાય અને બાળક શુ અભ્યાસ કરે છે એની વાલીને પણ જાણ થાય.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW