Mahindraની તાજેતરામાં લૉન્ચ થયેલી SUV Mahindra XUV700ને જોરદાર રીસપોન્સ મળી રહ્યો છે. બીજી તરફ ઓટો સેક્ટરમાં ચીપ શોર્ટેજને કારણે અને કોરોના વાયરસને કારણે સપ્લાય ચેન પર માઠી અસર થઈ રહી છે.આ કારણોસર Mahindra XUV700 માટે લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી હતી. આ કાર ખરીદનારા ગ્રાહકોને લાંબો એવો વેટિંગ પિરિયડ સહન કરવો પડ્યો હતો. પણ હવે ઓટો સેક્ટરમાંથી એક સારા વાવડ સામે આવ્યા છે.

કંપનીએ કેટલાક પડકારોનો સામનો કરીને Mahindra XUV700 માટે જે રાહ જોવી પડતી હતી એ સમય ઓછો કરી દીધો છે. રીપોર્ટ અનુસાર જે ગ્રાહકોને આ કાર ખરીદવી છે એ લોકોએ લાંબો સમય રાહ જોવી નહીં પડે. કંપનીએ આ કાર માટે વેઈટિંગ પિરિયડ ઓછો કરીને 71 અઠવાડિયા કરી દીધો છે. જે અગાઉ 75 અઠવાડિયાનો હતો. જોકે, કંપની પાસે હજુ પણ Mahindra XUV700ના 75 યુનિટ બેકલોગ છે. સારી વાત એ છે કે, લૉન્ચ થયા બાદ પહેલી વખત કંપની Mahindra XUV700નો વેઈટિંગ પરિયડ ઘટાડવામાં સફળ થઈ છે. ગત વર્ષના છેલ્લા અઠવાડિયા પહેલા સતત વેઈટિંગ પિરિયડ વધી રહ્યો હતો. કંપનીની Mahindra XUV700 ચાર ટ્રીમ વેરિયંટ સાથે પ્રાપ્ય છે. જેમાં MX, AX3, AX5 અને AX7નો સમાવેશ થાય છે. જે પેટ્રોલ અને ડીઝલ બંને વેરિયંટમાં પ્રાપ્ય છે. આમાંથી MX, AX3 અને AX5નો વેઈટિંગ પિરિયડ સૌથી ઓછો છે. પણ જે ગ્રાહકોને પેટ્રોલ વેરિયંટ પસંદ છે તેમણે હજુ 24થી 29 અઠવાડિયા સુધી રાહ જોવી પડશે.

જ્યારે ડીઝલ વેરિયંટ જે લોકોને પસંદ છે એ લોકો માટે વેઈટિંગ પિરિયડ 34થી 51 અઠવાડિયાનો રહ્યો છે. પણ ટોપ મોડલ AX7 માટે હજુ વેઈટિંગ પિરિયડ 57થી 71 અઠવાડિયા સુધીનો છે. XUV700માં ADAS,એરબેગ, પાર્કિંગ બ્રેક, સ્માર્ટ ડોર હેન્ડલ્સ અને વાયરલેસ ચાર્જર જેવા પ્રીમિયર ફીચર્સ છે. આ પ્રીમિયમ ફીચર્સ બંને ટોપ મોડલ્સમાં આપવામાં આવ્યા છે. આ સિવાય પણ 10.25 ઈંચ ડિસપ્લે, 360 ડિગ્રી કેમેરા, ડ્યુઅલ ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, બ્લાઈન્ડ વ્યુ મોનિટરિંગ, હાઈબિંબ આસિસ્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

