મોરબી જિલ્લામાં કોરોના મહામારીની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે દિન પ્રતિદિન કોરોનાના વધુને વધુ કેસ સામે આવી રહ્યા છે. મોરબી જિલ્લામાં બુધવારે 1462 દર્દીઓને સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી 25 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા.મોરબી શહેરમાં 20 દર્દી,ટંકારામાં 4 અને માળિયાના 1 કેસ સામે આવ્યા હતા મોરબીની વધુ એક શાળામાં નિર્મલ વિદ્યાલયમાં એન્ટ્રી થઈ છે .આ શાળામાં ધોરણ 12ની વિધાર્થીની પોઝિટિવ આવ્યા હતા. મોરબી જિલ્લા આજ દિન સુધી માં એક્ટિવ કેસની સંખ્યા 88 સુધી પહોંચી ચૂકી છે.મોરબી જિલ્લામાં આજ દિન સુધીમાં કુલ 6595 દર્દી પોઝિટિવ આવ્યા હતા જેમાથી 6166 દર્દી ડિસ્ચાર્જ થઈ ચુકયા છે.તો 87 દર્દીના મોત જાહેર કરવામાં આવ્યા છે.
કોરોનાના સમગ્ર ગુજરાતની વાત કરીએ તો બુધવારે
સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3350 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 236 દર્દીઓ સાજા થયા હતા તો અમરેલીના એક દર્દીનું આજે કોરોનાથી મોત થયું હતું.રાજ્યના મુખ્ય શહેરોમા આવેલ કેસની વાત કરીએ તો અમદાવાદ 1637,સુરત 630રાજકોટ 141
વડોદરા 150 કેસ સામેં આવ્યા હતા.ગુજરાતમાં ઓમિક્રોનના વાત કરીએ તો આજના કેસ – 50 આવ્યા હતા જયારે કુલ કેસ – 204 થયા છે જેમાંથી 112 સાજા થયા હતા હાલ એક્ટિવ કેસ 92 પર પહોંચી ચૂકી છે.

