HomeNationalગોવા જતી ક્રુઝમાં 66 પ્રવાસીઓ પોઝિટિવ, તમામને અંદર જ આઈસોલેટ કરાયા

ગોવા જતી ક્રુઝમાં 66 પ્રવાસીઓ પોઝિટિવ, તમામને અંદર જ આઈસોલેટ કરાયા

આર્યન ખાન ડ્રગ્સ કેસ બાદ કોર્ડેલિયા ક્રુઝ ફરી એકવાર ચર્ચામાં છે. જો કે આ વખતે મામલો કોરોના વાયરસ સાથે જોડાયેલો છે. મુંબઈથી ગોવા જવા માટે નીકળેલા આ ક્રૂઝમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. પહેલા ક્રુઝના એક ક્રૂ મેમ્બર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં, ક્રુઝમાં સવાર લગભગ 2000 મુસાફરોમાંથી કુલ 66 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે સૌથી મોટો સવાલ એ ચર્ચામાં છે કે, ક્રુઝમાં જતા પહેલા પ્રવાસીઓનું ટેસ્ટિંગ કરવામાં આવે છે તો આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓને કેમ જવા દેવાયા?

ગોવા ઓથોરિટી એવું કહે છે કે આ ક્રુઝ મુંબઈ જતી હતી અને મુંબઈના દરિયાઈ વિસ્તારમાં આવે છે. ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ સોમવારે કહ્યું કે ક્રૂ મેમ્બરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી છે. જેમાં 66 મુસાફરોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ મુસાફરો મુંબઈથી ગોવા જવા નીકળ્યા હતા. મુંબઈથી ગોવા પહોંચેલા આ જહાજને રવિવારે દરિયામાં અટકાવવામાં આવ્યું હતું. બાદમાં તમામ મુસાફરોના ટેસ્ટ કરાવવાની શરતે જવા દેવામાં આવ્યું હતું. હજું સુધી કોઈ પ્રવાસીઓને ગોવાના પોર્ટ પર ઊતારવામાં આવ્યા નથી. ગોવાના આરોગ્ય પ્રધાન રાણેએ જણાવ્યું હતું કે કોર્ડેલિયા ક્રુઝ શિપમાંથી 2000 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી 66 મુસાફરોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સંદર્ભે, MPT (મોરમુગાવ પોર્ટ ટ્રસ્ટ) ના કલેક્ટર અને કર્મચારીઓને માહિતી આપવામાં આવી છે. સરકાર ભવિષ્યમાં યોગ્ય પગલાં લેશે. જે મુસાફરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમણે ક્રુઝમાંથી ઉતરવા માટે સરકારની વધુ સૂચનાઓની રાહ જોવી પડશે.

સોમવારે રાજ્યમાં કોરોના વાયરસના ખતરનાક પ્રકાર ઓમિક્રોનના વધુ ચાર કેસ નોંધાયા છે. આ ચારમાંથી કોઈની પાસે અગાઉનો પ્રવાસ ઇતિહાસ નથી. આવી સ્થિતિમાં અધિકારીઓ માટે આ ચિંતાનો વિષય બની ગયો છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ રાજ્યમાં ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોનના વધતા જતા કેસને જોતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ગોવા સરકાર પણ કેટલાક કડક પગલાં લઈ શકે છે. પોઝિટિવ ક્રૂ મેમ્બરને જહાજની અંદર અલગ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ કડક સૂચના આપી છે કે આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ આવે તે પહેલા કોઈએ જહાજમાંથી ઉતરવું નહીં. ક્રુઝમાં જ પ્રવાસીઓને આઈસોલેટ કરી દેવમાં આવ્યા છે. જો કે, ક્રુઝ પરથી સામે આવેલાપાર્ટીના વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે અહીં હાજર લોકો હતા એમણે કોઈ નિયમનું પાલન કર્યું નથી. આ ક્રૂઝ મુંબઈથી ગોવા, લક્ષદ્વીપ અને કોચી માટે બુક કરવામાં આવી રહી છે. કોરોનાના સંજોગોને ધ્યાનમાં રાખીને 2022માં વિદેશ પ્રવાસ શરૂ કરવામાં આવશે. આ ક્રૂઝમાં રેસ્ટોરન્ટ, બાર, ઓપન સિનેમા, ચિલ્ડ્રન પ્લે એરિયા અને જિમ જેવી સુવિધાઓ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW