વર્ષ 2022ની શરૂઆતમાં શનિવારે સવારે એક મોટી દુર્ઘટના થઈ છે. નવા વર્ષ પર માતા વૈષ્ણો દેવીના મંદિરે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. ગાઝિયાબાદની શ્વેતા, દિલ્હીના સોનું, ગોરખપુરના અરૂણનું વૈષ્ણોદેવીમાં થયેલી નાસભાગમાં મોત
આ સિવાય 15 લોકો ઈજાગ્રસ્ત થયાના વાવડ મળ્યા છે. તમામની કટરા અને કકરાયલ નારાયણ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર ચાલું કરી દેવાઈ છે. આ દુર્ઘટના બાદ માતા વૈષ્ણો દેવીની યાત્રા હાલ પુરતી રોકી દેવામાં આવી છે.બચાવ કાર્ય ચાલુ છે, સતત વધી રહ્યો છે મૃત્યુંઆંક એવા પણ સમાચાર છે. જમ્મુ કાશ્મીરના કટરાંમાં આવેલા માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. આ દરમિયાન થયેલી નાસભાગમાં લોકો મૃત્યુ પામ્યા છે. સૌથી પહેલા 7 વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા હતા.
આ પછી ધીરે ધીરે આ આંકડો સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. બચાવ કાર્ય ચાલુ છે. મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે દર વર્ષે ખાસ કાળજી લેવામાં આવે છે, નાસભાગમાં 12 શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે 14 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે નાસભાગ મચી હતી.

આ ઘટના ત્રિકુટા પહાડીઓ પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર બની હતી. આ અકસ્માત લગભગ 2.45 કલાકે થયો હતો.અધિકારીઓએ જણાવ્યું કે નવા વર્ષની શરૂઆતના અવસર પર શ્રદ્ધાંજલિ આપવા આવેલા ભક્તોની મોટી ભીડ વૈષ્ણો દેવી ભવનમાં એકઠી થઈ ત્યારે નાસભાગ મચી ગઈ હતી. શ્રાઈન બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
અધિકારીએ જણાવ્યું હતું કે ઘાયલોમાંના ઘણાની સ્થિતિ “નાજુક” હોવાનું જણાવવામાં આવ્યું હતું.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાસભાગની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને કેન્દ્રીય મંત્રીઓ જિતેન્દ્ર સિંહ અને નિત્યાનંદ રાય સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

