રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી ઠંડીએ સૌને ધ્રુજાવી દીધા છે. હવામાન ખાતા તરફથી હવે સારા વાવડ મળી રહ્યા છે. આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ ઓછું થઈ જશે. સતત વહેતા ઠંડા પવનોના કારણે રાજ્યના મહાનગર સહિત દરિયા કિનારે રહેલા શહેરનું પણ તાપમાન એકાએક ઘટી ગયું હતું. ધીમે ધીમે હવે આવનારા દિવસોમાં મહત્તમ તાપમાન વધશે. વાતાવરણમાં પણ ગરમાવો અનુભવાશે. જોકે, વર્ષના અંતિમ દિવસે પણ સવારથી ઠંડી યથાવત રહી છે. ન્યુ યરનું સેલિબ્રેશન કરવા માટે અનેક લોકો હિલ સ્ટેશન અને દરિયાના કિનારા સ્થળે પહોંચ્યા છે.

ગુરૂવારે પણ રાજકોટ શહેરમાં ઠંડા પવનો યથાવત રહ્યા છે જ્યારે દરિયાકિનારાથી નજીક રહેલા શહેર જામનગર, પોરબંદર, વેરાવળ, દીવ, દમણ, વલસાડ, સુરતમાં દિવસભર ઠંડકનો અનુભવ થયો હતો. 15થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાતા લોકો દિવસભર ગરમ કપડાંમાં જોવા મળ્યા છે. ગુરૂવારે રાજકોટ સિટીનું તાપમાન 12.9 ડિગ્રી રહ્યું હતું. જ્યારે અમદાવાદનું તાપમાન 13 ડિગ્રી, નલિયા 8.3 ડિગ્રી, ગાંધીનગર 10.8 ડિગ્રી, કેશોદ 11 ડિગ્રી, ડીસા 11.6 ડિગ્રા, ભૂજ 11.8 ડિગ્રી, કંડલા 12.4 ડિગ્રી, સુરેન્દ્રનગર 12.5 ડિગ્રી, અમરેલી 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવનારા દિવસોમાં ઠંડીનું જોર ઘટવાના એંઘાણ છે. આવતા અઠવાડિયાથી રાજ્યના મહાનગરમાં ગરમાવો અનુભવાશે હવામાં સવાર સિવાય ભેજનું પ્રમાણ પણ ઘટી જશે. ઠંડા પવનોનું જોર પણ ઓછું થઈ જશે. ગુરૂવારે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ સિટી તરીકે નોંધાયું છે. જોકે, ઉત્તરાયણ નજીક આવતા જ ઠંડી ઘટવા લાગે છે. આ વખતે શિયાળો મોડો શરૂ થયો હોવાને કારણે જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધી ઠંડી યથાવત રહે એવી સંભાવના છે.

જામનગર શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન પવનની તીવ્રતામા વધારો નોંધાયો છે. હોવાથી ઠંડીમાં થોડો વધારો થયો છે. જો કે ભેજો નું પ્રમાણ વધતાં ઝાકળ વર્ષા થઇ હતી. ઉપરાંત પવનની તીવ્રતામાં પણ વધારો થયો હતો. જામનગર શહેરમાં ભેજનું પ્રમાણ યથાવત રહ્યું હતું. વહેલી સવારે ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતુ. સવારે ઠંડી વધી હતી. જો કે પવનની તીવ્રતામાં વધારો જોવા મળ્યો છે. રાજસ્થાન પર સાયકલોનીક સર્ક્યુલેશનના પગલે હવાનું નીચું દબાણ નીચું સર્જતાં ભર શિયાળે બર્ફીલા પવન ફૂંકાય રહ્યા છે.

