શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. એમાં તેમણે અહીં રોડ શૉ કર્યો છે. એરપોર્ટથી ધર્મેન્દ્રસિંહજી કૉલેજ સુધી રોડ શૉ યોજાયો હતો. આ સિવાય જુદા જુદા વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમૂહુર્ત કરવાનું આયોજન હતું. આ સાથે સુશાસન સપ્તાહનું પણ સમાપન કરાયું હતું. આ બધા વચ્ચે ખાસ વાત એ છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉનમાં હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા છે. પણ રોડ શૉ વખતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ક્યાંય જોવા મળ્યા ન હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગેરહાજરીને લઈને અનેક રાજકીય અટકળ વહેતી થઈ ગઈ છે. રાજ્યમાં એક બાજું કોરોના વાયરસના કેસ 500થી વધ્યા છે ત્યારે આ રેલી બાદ કોવિડના કેસ વધશે તો જવાબદારી કોની? આ રોડ શૉ કોરોના માટે વેલકમ શૉ બનશે? એવા સવાલ લોકોમાં ચર્ચાય રહ્યા છે. દોઢ કિમી લાંબા રોડ શોમાં CM-CRનો વડાપ્રધાન જેવો ઠાઠ, 100 ગાડી અને 1000 બાઇકનો કાફલો જોવા મળ્યો હતો. પણ ચર્ચા વિજય રૂપાણીની ગેરહાજરીની થઈ રહી છે. જંગી ભીડને કારણે આ રેલી સુપર સ્પ્રેડર બને એવી શક્યતાઓ સેવાઈ રહી છે.

ગુજરાતમાં ફરીએકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે ત્યારે ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રીએ બેજવાબદાર નિવેદન કર્યું છે. પત્રકારોને સંબોધતી વખતે ગુરુવારે જ્યારે વાઈબ્રન્ટ સમિટ અંગે મંત્રીને પૂછવામાં આવ્યું ત્યારે ઋષિકેશ પટેલ ગુસ્સે થઈ ગયા હતા. વાઈબ્રન્ટના સવાલનો જવાબ આપવાને બદલે મંત્રી આકરી અને કડક ભાષામાં એવું બોલ્યા કે, સ્થિતિ કાબૂમાં છે અને આ સ્થિતિમાં જ ધાર્મિક અને સામાજિક મેળાવડાઓ થયા જ છે. હદ તો ત્યારે થઈ જ્યારે એવું પણ કહ્યું કે, આ જ પરિસ્થિતિમાં જાનૈયાઓ રોડ પર વરઘોડા પણ કાઢતાં હતાં. મંત્રીએ આડકતરી રીતે એવો ઈશારો કર્યો હતો કે, આ બધા કારણોથી જ કોરોનાના કેસ વધ્યા છે. ઋષિકેશ પટેલે ત્યાં સુધી કહી દીધું કે, આપણે આવી માનસિકતામાંથી બહાર આવવવાની જરૂર છે.

કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે સુશાસન સપ્તાહ સમારોહને લઈને આજે રાજકોટમાં સીએમ ભુપેન્દ્ર પટેલનો રોજ-શો યોજાયો. આ દરમિયાન તેમની સાથે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને રૂપાણી સહિત નેતાઓ-કાર્યકરો તેમજ હજારોની ભીડ જોડાઈ. ઉલ્લેખનીય છે કે, એક તરફ કોરોનાની ત્રીજી લહેરની દહેશત અને રાજ્યમાં કેસો પણ રોકેટગતિએ વધી રહ્યા છે ત્યારે સીએમના રોડ શો બાદ કોરોના વિસ્ફોટ થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

