તા. 8 ડીસેમ્બર 2021 ના રોજ હેલીકોપ્ટરના ગોઝારા અકસ્માતમાં CDSજનરલ બિપિન રાવત સહિત 13 જવાનો શહિદ થયા હતા. જેમને ભાવ ભીની શ્ર્દ્ધાંજલી આપતો કાર્યકમ વિદ્યાર્થીઓએ પોતાની કૉલેજમાં આયોજિત કર્યો હતો. LE કૉલેજના વિદ્યાર્થીઓએ આ ઘટનામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પી હતી. મિકેનિકલ વિભાગ સેમ 6 ના વિધ્યાર્થીઑ તેમજ સંસ્થા ના જીમખાના ના ટીમ દ્વારા સંસ્થા ના આચર્ય ડી બી વાગડિયાના વડપણ હેઠળ યોજાયો હતો.

પશ્ચિમી સંસ્કૃતિની પાછળ આંધળી દોટ દોડનાર યુવાવર્ગને પ્રેરણારૂપ કિસ્સા સમાન કાર્યકમ હતો. તા. 8 ડીસેમ્બર 2021ના રોજ ની હેલીકોપ્ટરની ગોજારી દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોને ભાવ ભીની શ્રદ્ધાંજલી આપવાની ભાવના સાથે ભારતમાંના વીર સપૂતો ને વિનમ્ર શ્ર્દ્ધાંજલી કાર્યકમ યોજાયો.

મોરબી ની જૂની અને જાણીતી સંસ્થા એવી લકધીરજી એન્જિ કોલેજ (ડિપ્લોમા )ના પ્રાંગણ માં સંસ્થાના મિકેનિકલ વિભાગ ના સેમ-6 વિધ્યાથી ઑ એવા લહેરૂ રીતેષ, પટેલ જયમિન, હડિયલ દિવ્યેશ, રાજગોર સૌરભ , વૈષ્ણવ કેયૂર, મકસાના ઓમનિષ, યાદવ રાકેશ સાથે મળી ,સંસ્થાની જીમખાના ટિમના સભ્યો અને વ્યાખ્યાના રાજદીપ સિંહ ચાવડા , આશિતા પરિખ ,યોગેશ સતાપરા, હાર્દિક ચનિયારા દ્વારા આચર્ય ડી.બી.વાગડિયા ના વડપણ હેઠળ દિવંગત CDSજનરલ બિપિન રાવત સહિતના 13 જવાનોની યાદમાં આ કાર્યકમ યોજવામાં આવેલો હતો.

જેમાં CDSજનરલ બિપિન રાવત ના જીવન આધારિત ડોક્યુમેન્ટરી તેમજ શહીદ જવાનો ના પરિવાર વિષે ની માહિતી બતાવવામાં આવેલી હતી . આ કાર્યકમનો ઉદેશ પશ્ચિમી અનુકરણ કરી રહેલા યુવાવર્ગ ને આપણા દેશના સાચા એવા દેશના વીર જવાનોની શહીદીનો પરિચય આપી તેમના દેશદાઝની ઉન્નત ભાવના જણાવવા નો હતો.

