રાજકોટમાં પાંચ જેટલા કેટરિંગના ધંધાર્થીઓ ઉપર કરચોરી શંકાએ જીએસટીની ટીમે દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. જો કે ચાર કેટરિંગના ધંધાર્થીઓને ત્યાં મોટાભાગની કામગીરી પુર્ણ થઈ છે.

રાજકોટમાં કરચારોની શંકાએ જીએસટીની ટીમે શહેરમાં આવેલા પાંચ જેટલા કેટરિંગના ધંધાર્થીઓ ઉપર દરોડાની કામગીરી કરી હતી. જેમાં લાખો રૂપિયાની કરચોરી બહાર આવવાની શક્યતા દેખાડવામાં આવી રહી છે. રાજકોટ જીએસટી ડિવિઝન દ્વારા લાંબા સમય બાદ સર્ચનીકામગીરી કરાતા અન્ય ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. શહેરના પાંચ મોટા કેટરર્સના ધંધાર્થીઓ ઉપર સર્વેની કામગીરીમાં ચાર કેટરર્સને ત્યાં કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.

