આમ આદમી પાર્ટીના 55 નેતાઓ તથા કાર્યકર્તાઓને શરતી જામીન મળી ગયા છે. જેના કારણે હવે તેઓ જેલમુક્ત થશે. ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચૂકાદામાં આ અંગેની એક સ્પષ્ટતા કરી છે. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પર તોડફોડ કરવાના આરોપસર ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના નેતાઓની 10 દિવસ બાદ જેલમુક્તી કરાઈ છે. કમલમ પર વિરોધ કરવાના મામલે આમ આદમી પાર્ટીઓના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી કોર્ટમાં કેસ દાખલ થયો હતો. હવે નેતાઓને મોટી રાહત મળી છે.

ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિત અનેક કાર્યકર્તાઓને જેલમુક્ત કરવામાં આવ્યા છે. કમલમ પર વિરોધ કરવાના કેસમાં ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીનગર સેશન કોર્ટે તમામના શરતી જામીન મંજૂર કરી દીધા છે. જામીન બાદ આ તમામ કાર્યકર્તાઓ અને નેતાઓ જેલમુક્ત થશે. વકીલે આ વાત કહી છે આ સાથે એવું પણ જણાવ્યું છે કે, ઈસુદાને દારૂ પીધો હોવાના મામલે કોઈ પણ લખાણ નથી. તા.20 ડીસેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. દસ દિવસ બાદ એમને આખરે જામીન મળ્યા છે. સાંજ સુધીમાં આ તમામ લોકો જેલમાંથી બહાર આવી જશે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીની 28 મહિલાઓના જામીન પણ મંજૂર કરી દીધા હતા. 55 જેટલા કાર્યકર્તાઓ જે આમ આદમી પાર્ટીના છે એમના જામીન કોર્ટે મંજૂર કરી દીધા છે. આ પહેલા 28 મહિલાઓને જેલમુક્ત કરવામાં આવી હતી. એ પહેલા 10 જેટલા ડ્રાઈવર્સ અને કન્ડક્ટરના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આજે છેલ્લા તબક્કામાં તમામ કાર્યકર્તા અને નેતાઓના જામીન મંજૂર થયા છે. એટલે સાંજ સુધીમાં તેઓ બહાર આવી જશે.

જે રીતે ઓર્ડરની શરતો મળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું. બાકીના ડૉક્યુમેન્ટ અને જામીનદારને પણ અગાઉથી જ બોલાવી રાખ્યા છે. બોન્ડ તૈયાર કરીને અમે રજૂ કરીશું. કોર્ટ તરફથી ડૉક્યુમેન્ટ મળી જાય તો રાત સુધીમાં તેઓ ઘરે જશે એવું આમ આદમી પાર્ટી તરફથી કેસ લડતા વકીલે જણાવ્યું હતું.

