HomeGujaratચરાડવાની કેનાલમાં યુવકની હત્યા કરી લાશ ફેકનાર આરોપી ઝબ્બે આ કારણ આવ્યું...

ચરાડવાની કેનાલમાં યુવકની હત્યા કરી લાશ ફેકનાર આરોપી ઝબ્બે આ કારણ આવ્યું સામે

તાજેતરમાં હળવદ તાલુકાના ચરાડવા સામલી ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક અજાણ્યા પુરુષની અર્ધ બળેલી હાલતમાં તેમજ માથાના ભાગે ગંભીર ઘા મારી હાલતમાં લાશ મળી આવિ હતી આ બનાવમાં પોલીસે પ્રથમ મૃતકની ઓળખ મેળવી હતી તપાસ દરમિયાન મૃતકનું નામ કેશવાભાઈ ભાવસીંગ પસાયા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે હળવદ પંથકમાં તેનો વસવાટ અંને તેના પરિવાર જનોનો પત્તો લગાવવા પ્રયાસ કર્યો હતો. બીજી તરફ યુવકની હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં પણ કવાયત હાથ ધરી હતી. આ ઘટનામાં પોલીસે અલગ અગલ દિશામાં તપાસ કરતા યુવકની હત્યા માટે છોટા ઉદેપુર જીલ્લાના કલબ કેડિયા ગામના ઝીણાભાઈ ઉર્ફે ઝીણા શંકર ધાણક પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી જે બાદ પોલીસે ટેકનીકલ સેલની મદદથી પોલીસની અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ કરતા મજુરીના રૂપિયાની લેતી દેતી મુદે ઝઘડો થયો હતો અને મૃતકે આરોપી પર લાકડી વડે હુમલો કર્યો હતો જે બાદ તેણે આરોપી ઝીણાએ મૃતકને કુહાડીના ઘા ઝીકી પતાવી દીધા બાદમાં કોઈને જાણ ન થાય તે માટે લાશ સળગાવી દીધી હતી તેમ છતાં લાશ ન સળગતા તેણે જ કેનાલમાં ફેકી હોવાનું કબુલ કર્યું હતું જે બાદ તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW