મોરબીની નવયુગ વિદ્યાલયમાં મંગળવારે 16 વર્ષના વિધાર્થીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ અચાનક આરોગ્ય તંત્ર અને શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું હતું અને શાળામાં તાત્કાલિક 7 દિવસની રજા જાહેર કરી દેવાઈ છે. બીજી તરફ શાળામાં વિધાર્થીના વર્ગમાં ભણતા અન્ય છાત્ર અને શિક્ષકો મળી 186 જેટલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી શહેરના 5 અને ટંકારામાં રહેતા એમ કુલ ૬ છાત્ર કોરોના પોઝીટીવ મળી આવ્યા હતા મોરબીની નવયુગ વિધાલયમાં અચાનક કોરોના બ્લાસ્ટ થતા વાલીઓ અને શિક્ષણ જગતમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી.

મોરબીની નવયુગ વિદ્યાલય ઉપરાંત ગઈ કાલે કોરોના પોઝીટીવ આવેલ 41 વર્ષના પુરુષના સંપર્કમાં આવેલ અન્ય એક 31 વર્ષનો યુવાન પણ કોરોના પોઝીટીવ સામે આવ્યો હતો

