HomeNationalIT Raid: રૂ.200 કરોડની કેશ અને 23 કિલો સોનું જાણો કેવી રીતે...

IT Raid: રૂ.200 કરોડની કેશ અને 23 કિલો સોનું જાણો કેવી રીતે પડ્યા દરોડા

ઉત્તર પ્રદેશમાં હાલમાં વિધાનસભાની ચૂંટણી કરતાં જે મુદ્દો ચર્ચામાં છે એ એક અત્તરનાં વેપારીના ઘરે આઇટીના દરોડાનો રહ્યો છે. કનોજ થી લઈને કાનપુર સુધી પિયુષ જૈનના ઘરે પડેલા દરોડાને કારણે રિકવરીની જે રકમ મળી છે એને જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા છે.

કરોડો રૂપિયાની કેશ તેના ઘરમાંથી મળી આવતા DGGI અને ઈન્કમટેકસ વિભાગના અધિકારીઓની પણ આંખ ચાર થઈ ગઈ છે. અત્યાર સુધીની આઇટીની કાર્યવાહીમાં આટલી મોટી રકમ કેશ રૂપે મળી નથી એવું મનાઈ રહ્યું છે. એક જ વ્યક્તિ પાસેથી આટલી મોટી કેસ મળતા અનેક શંકાઓ ઉભી થઇ છે. આ પહેલા એક જ વ્યક્તિ પાસેથી આટલી મોટી રકમ ક્યારેય મળી નથી એટલે ઇન્કમટેક્સ વિભાગની સૌથી મોટી રેઇડ મનાઈ છે. આ કેસમાં હવે ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની વિભાગે પણ કામગીરી શરૂ કરી છે. હાલમાં આ કેસની તપાસ બે મોટી એજન્સીઓ કરી રહી છે. તપાસ એજન્સી DGGI એ વેપારીના ઘરેથી રૂપિયા 200 કરોડની કેશ અને 23 કિલો સોનુ રિકવરી રૂપે જપ્ત કર્યું છે. દરોડા દરમિયાન 500 ચાવીઓ અને 109 શાળા તેમજ 18 લોકર પણ મળી આવ્યા છે. કુલ રકમ નો અંદાજો લગાવવામાં આવે તો આ સંપત્તિ રૂપિયા ૧૦૦૦ કરોડની હોવાનું મનાઈ રહ્યું છે.

અઢી મહિના પહેલા અમદાવાદમાં આશંકાના આધારે ચાર ટ્રક તપાસ એજન્સીએ ચેક કર્યા હતા. ત્યાર બાદ તપાસનો રેલો ઉત્તર પ્રદેશના છેક કાનપુર સુધી પહોંચી ગયો હતો. ઊંડી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જીએસટીની ચોરી વેપારી કરતો હતો જેના કારણે આટલી મોટી રકમ ભેગી થઈ હતી. જીએસટી ચોરીને કારણે સરકારને મોટું નુકસાન વેઠવું પડતું હતું. અમદાવાદમાં પકડાયેલા ચાર ટ્રક ની તપાસ કરતાં અંદર પાન મસાલા કર્યા હતા જે કાનપુર થી રવાના થયા હતા. ટ્રાન્સપોર્ટર પણ કાનપુર નો રહેવાસી હતો તપાસને છુપી રીતથી આગળ વધારતા આખરે તા. ૨૨ ડિસેમ્બરે આ દરોડા પાડ્યા હતા. કાનપુરમાં આવેલા ટ્રાન્સપોર્ટ નગરમાં શિખર મસાલા કંપનીમાં DGGI એ દરોડા પાડયા હતા. જ્યાંથી મોટી ચોરી પકડાઈ હતી.

ત્યારબાદ ગણેશ ટ્રાન્સપોર્ટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં માલિક પ્રવીણ જૈન પાસેથી રૂ.1 કરોડ મળ્યા હતા. આ તો માત્ર એક શરૂઆત હતી તપાસ એજન્સીને ખ્યાલ આવ્યો કે આમાં માત્ર બે પેઢી જ નહીં બીજી પણ જોડાયેલી છે. ટેક્સ ચોરી માં માત્ર શિખર મસાલા અને ગણેશ ટ્રાન્સપોર્ટ જ જવાબદાર ન હતા. માત્ર પ્રવીણ જૈન જ નહીં પણ બનેવી અવનીશ અને ભાઈ પિયુષ જૈનો પણ આ કેસમાં મોટો રોલ હતો. એક પછી એક કડી ખુલતા તપાસ એજન્સી પિયુષ જૈન સુધી પહોંચી હતી પછી એના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. તા. ૨૨ અને ૨૩ ડિસેમ્બરની રાત્રે ત્રણ વાગે તપાસ અધિકારીઓએ ઉજ્જૈન ના ઘરે રેઈડ કરી હતી. 24 કલાક સુધી ચાલી રહેલી રિકવરી બાદ ખ્યાલ આવ્યો કે પિયુષના ઘરેથી કરોડો રૂપિયા પડ્યા હતા.

યુએસના ઘરે જુદી જુદી અભેરાઈ માંથી દોઢસો કરોડની કેશ મળી હતી. તા. 23 ડિસેમ્બરના રોજ સવારે નોટનું કાઉન્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું તે પછી 23 કિલો સોનું મળી આવ્યું. આ મામલો માત્ર જીએસટીની કરચોરીનો ન હતો આટલી મોટી સંખ્યામાં કેશ મળવી એ સામાન્ય ન કહેવાય. કેસ ગણવા માટે કુલ ૧૮ મશીન મંગાવ્યા હતા. આટલી મોટી કેશ ગણતા અધિકારીઓને પરસેવો વળી ગયો હતો એ પછી આ તમામ રકમ ટ્રકમાં ટ્રાન્સફર કરી બેંકમાં લઇ જવાઇ હતી. અધિકારીઓને મળેલા દસ્તાવેજમાંથી જાણવા મળ્યું હતું કે વેપારીની માત્ર ભારતમાં જ નહીં દુબઇમાં પણ સંપત્તિ હતી.

કાનપુરમાં ચાર, કનોજમાં સાત, મુંબઈમાં બે અને દિલ્હીમાં એક સંપતિ છે. પણ કેશના મામલે આ સૌથી મોટી રેડ હોવાનું મનાઈ રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW