HomeGujaratCentral Gujaratઅમદાવાદ નજીક અકસ્માતમાં જીવ ગુમાવનાર ત્રણ છાત્રોને 4-4 લાખની સહાય, CMએ કરી...

અમદાવાદ નજીક અકસ્માતમાં જીવ ગુમાવનાર ત્રણ છાત્રોને 4-4 લાખની સહાય, CMએ કરી આ જાહેરાત

અમદાવાદ નજીક બગોદરા હાઈવે ઉપર આજે વહેલી સવારે તુફાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 વિદ્યાર્થીઓના મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું હતું. 3 મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રીએ સાંત્વના પાઠવી રૂપિયા 4-4 લાખ તો ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા સહાયની જાહેરાત કરાઈ છે.

બગોદરા હાઈવે નજીક આજે સવારે તુફાન જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. તો બીજી તરફ 10 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માતના પગલે હાઈવે ઉપર લોકોના ટોળા એકઠા થઈ ગયાં હતાં. તથા હાઈવે ઉપર ટ્રાફીકજામ સર્જાયો હતો. પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહનો પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યાં હતાં. તથા ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલે દાખલ કરાયા છે.

આ અકસ્માત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેમજ મૃતકોની આત્માના શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત ત્રણ મૃતકોને રૂપિયા 4-4 લાખ સહાય આપવાની જાહેરાત કરી હતી. તો ઈજાગ્રસ્ત થયેલા દરેક વ્યક્તિને રૂપિયા 50-50 હજારની સહાય આપવા માટે આદેશ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW