રાજકોટ સિટીમાંથી ફરી એક વખત વિચારતા કરી દે એવી ઘટના સામે આવી છે. નિષ્ઠુર અને દયાહીન કહી શકાય એવા માતા પિતાની કહાની કહેતો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં એસટી વર્કશોપની પાછળ ગટરમાંથી એક મૃતભૃણ મળી આવ્યું હતું. આંબેડકરનગરની એક ગટરમાંથી ચાર મહિનાનું મૃતભૃણ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલાની જાણ થતા જ માલવીયા નગર પોલીસ સ્ટેશનની ટીમ દોડી ગઈ હતી.
પોલીસે કહ્યું કે, આ ભૃણ અંદાજીત ચાર મહિનાનું હોઈ શકે છે. હોસ્પિટલમાં કોઈએ ગર્ભપાત કરાવીને ફેંકી દીધું હશે. પ્રાથમિક તપાસમાંથી આ વિગત મળી આવી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. માલવીયાનગર પોલીસ સ્ટેશન આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પોલીસે અજાણ મહિલા સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી કરી દીધી છે. ગોંડલ રોડ પર આવેલા એસ બસના વર્કશોપ પાછળથી આ ભૃણ મળી આવ્યું છે.
આંબેડકર નગરમાં જ્યારે એક સફાઈ કર્મચારી સાફ સફાઈ કરી રહ્યો હતો ત્યારે એ સમયે ગટર સાફ કરવા જતા એમાંથી મૃતભૃણ મળી આવ્યું હતું. જે વાત વાયુવેગે આસપાસના વિસ્તારમાં ફેલાતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા માલવીયાનગર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે આ ભૃણનો પોસ્ટમોર્ટમ હેતું ખસેડીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. બીજી તરફ રાજકોટ સિટીમાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. આ પહેલા જામનગર રોડ પરથી આ રીતે એક બાળકી મળી આવી હતી.

બીજી તરફ છેલ્લા સાત દિવસમાં કોરોનાથી બે વ્યક્તિના મોત નીપજ્યા છે. ગુજરાત રાજ્યમાં દિવસે દિવસે પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં હવે મૃત્યુંની પણ શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાંથી 12 લોકના મોત કોરોના વાયરસને કારણે થયા છે. જેમાં રાજકોટ સિટીમાંથી બે વ્યક્તિઓએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે. રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલમાં ટ્રિટમેન્ટ લેનારા 82 વર્ષના વૃદ્ધનું તા.21 ડીસેમ્બરના રોજ મૃત્યું થયું હતું. રાજકોટ સિટીમાં પણ કિશોરોની વેક્સિન માટે તૈયારીઓ થઈ રહી છે. તા. 3 જાન્યુઆરીથી વેક્સીનેશન શરૂ થઈ રહ્યું છે.

