HomeGujaratઅધિકારીઓને લોકોના કામ કરવા છે પણ તંત્રમાં સ્ક્રુ ટાઈટ કરવા પડેઃ ત્રિવેદી

અધિકારીઓને લોકોના કામ કરવા છે પણ તંત્રમાં સ્ક્રુ ટાઈટ કરવા પડેઃ ત્રિવેદી

ગુડ ગવર્નન્સ ઓફ અર્બન ડેવલપમેન્ટ વડોદરાના કાર્યક્રમમાં મહેસુલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અધિકારીઓને લઈને નિવેદન આપ્યું છે. મહેસુલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે,અધિકારીઓને લોકોના કામ કરવા છે પણ તંત્રમાં જ્યારે પણ ઢીલાશ વર્તાય છએ ત્યારે સ્ક્રુ ટાઈટ કરવા પડે છે. પારદર્શક વહીવટ, ઝડપી નિર્ણય, તાત્કાલિક અમલવારી તથા કોઈ વ્યક્તિની દખલ વગર જ્યારે લોકોને લાભ મળે એનું નામ સુશાસન.

આ કાર્યક્રમના આયોજન માટે તમામ સંબંધીત તંત્રને બિરદાવ્યા હતા. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, ડિજિટલ અને ઓનલાઈન વ્યાપક વ્યવસ્થાથી લોકોના કામ ઝડપથી તથા પારદર્શક રીતે, આસાનીથી થાય એવું રાજ્ય સરકારનું આયોજન છે. આ માટે ખાસ પગલાં પણ લેવાયા છે. સુશાન સપ્તાહ વડાપ્રધાન મોદીની પ્રેરણાથી દેશભરમાં ઉજવાય છે. છેવાડાના માણસ સુધી માળવા પાત્ર અધિકાર લાભના રૂપે પહોંચાડાય છે. આવી કેટલીક બીજી પણ વાત યાદ કરીને તેમણે પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયને અંજલી અર્પી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી સરકારી યોજનાઓના લાભ માટે ખર્ચાળ સોગંદનામાંની જોગવાઈ નાબુદ કરી દેવામાં આવી છે. મહેસુલી કાયદાને સરળ બનાવીને ગરીબ ગણોતીયા તથા ખેડૂત અધિકારનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગરીબ ફેરિયાઓને આ સરકાર રૂ.10 અથવા 20 હજારથી ધીરાણ આપીને આર્થિક મદદ કરી રહી છે. ભિક્ષુકોને પણ રોજીરોટી આપવા માટે આ દેશમાં પહેલ કરવામાં આવી છે. ગુડ અવર્નન્સ ઓફ અર્બન ડેવલપમેન્ટ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વડોદરા પાલિકાના વિસ્તાર, જિલ્લાની ચાર નગરપાલિકા તથા વુડા વિસ્તારના લાભાર્થીઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોનાજ, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, આવાસ યોજના, નેશનલ અર્બન લાઈવલી હૂડ મિશનની યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કુલ 458.90 લાખના લાભ તથા વિકાસલક્ષી ખાતમૂહુર્ત કરવમાં આવ્યા છે.

મહિલા તથા બાળ વિકાસ રાજ્ય મંત્રી મનીષા વકીલે કહ્યું હતું કે, ડિજિટલ ઈન્ડિયા ડિજિટલ ગુજરાત અંતર્ગત લોકોને યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે. 300 જેટલી રાત્રી ગ્રામસભાઓમાં અધિકારીઓએ પ્રજાની આશા અપેક્ષાઓની નોંધ લીધી છે. સેવાસેતું અંતર્ગત યોજનાઓનો લાભ લોકોને ઘર આંગણે આપવામાં આવી રહ્યો છે. ગુજરાત સુશાસનનું પ્રણેતા રાજ્ય છે. નીતિ અને કાયદો ઘડવાની સાથે ધરાતલ પર એનો અમલ કરવામાં આવે છે. જે યોજનામાં કોઈ જરૂર ન હોય એમાં એફિડેવિટ ન લેવું એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજયના મુખ્યમંત્રીની પ્રેરણાથી બાળકના જન્મની સાથે જ આધારકાર્ડ બને તથા મરણ સુધીની વિગતનું એક જ પોર્ટલ પર આયોજન કરાઈ રહ્યું છે. શહેરી ફેરિયાઓને પણ પ્રધાનમંત્રી સહાય યોજનાનો લાભ મળે એવું આયોજન કરાયું છે. નગર પાલિકા વિસ્તારમાં વસતા શહેરી ફેરિયાઓને પણ વડાપ્રધાન તરફથી જાહેર કરાયેલી યોજનાના લાભ મળે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW