જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના ચૌગામ વિસ્તારમાં શનિવારે સવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. અથડામણમાં લશ્કરે તૈયબાના બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમની પાસેથી હથિયારો અને વિસ્ફોટક સહીતની વાંધાજનક સામગ્રી જપ્ત થઈ છે. સત્તાવાર સૂત્રો પ્રમાણે, ચૌગામમાં અથડામણમાં લશ્કરે તૈયબાના બે આતંકીઓ ઠાર થયા છે. સૂત્રો પ્રામાણે, માર્યા ગયેલા આતંકીઓની ઓળખ બ્રારીપોરાના સજ્જાદ અહમદ ચેક, શોપિયાં અને આચન પુલવામાના રાજા બાસિત નજીર તરીકે થઈ છે. કાશ્મીર ઝોન પોલીસ પ્રમાણે, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

મહત્વપૂર્ણ છે કે પહેલા કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે શોપિયાંના ચૌગામ વિસ્તારમાં અથડામણ શરૂ થઈ ગઈ છે. પોલીસ અને સુરક્ષાદળ કામ પર છે. અધિકારીઓએ જાણકારી આપી હતી કે આ અથડામણમાં બે આતંકીઓ ઘેરાયાના અહેવાલ છે. તેમણે કહ્યુ હતુ કે આ દરમિયાન વિસ્તારમાં છૂપાયેલા આતંકીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, તેના પછી સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી અને સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાય ગયું હતું. અધિકારીએ કહ્યુ છે કે અથડામણ હજી ચાલી રહી છે અને વિગતવાર જાણકારીની રાહ જોવાય રહી છે.
મહત્વપૂર્ણ છે કે શુક્રવારે અનંતનાગ જિલ્લાના મુમન્હલ એટલે કે અરવાની વિસ્તારમાં સુરક્ષાદળોએ એક અજ્ઞાત આતંકીને ઠાર કર્યો હતો. સૂત્રો મુજબ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત અભિયાન દરમિયાન માર્યા ગયેલા આતંકી પાસેથી એક એકે-47 પણ જપ્ત થઈ છે. તો બુધવારે થયેલી બે આતંકી ઘટનામાં એક સિવિલિયન અને એક એએસઆઈના જીવ ગયા હતા.

