HomeNationalઓમિક્રોનના વધતા સંક્રમણને રોકી શકીએ નહીં, કોવિડ એક્સપર્ટ કમિટીના ડૉક્ટરે ઉંચા કર્યા...

ઓમિક્રોનના વધતા સંક્રમણને રોકી શકીએ નહીં, કોવિડ એક્સપર્ટ કમિટીના ડૉક્ટરે ઉંચા કર્યા હાથ !

નવી દિલ્હી, શનિવાર

  કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટના વધતા સંક્રમણને રોકી શકાય નહીં. કેરળમાં કોવિડ-19 સંક્રમણને લઈને બનેલી એક્સપર્ટ્સ કમિટીના ડોક્ટરે આ વાત કહી છે. કમિટીમાં સામેલ ડોક્ટર ડી. એસ. અનિસે આ વાત પણ જણાવી છે કે નવા વેરિએન્ટના કેસ દર બે દિવસે બેગણા થઈ રહ્યા છે.

  ન્યૂઝ એજન્સી એએનઆઈની સાથેની વાતચીતમાં ડૉ. અનિસે કહ્યુ છે કે ગ્લોબલ ટ્રેંડથી એ જાણકારી મળે છે કે 2-3 સપ્તાહોમાં ઓમિક્રોનના કેસ 1000 સુધી પહોંચી રહ્યા છે અને બની શકે કે 2 માસમાં 1 મિલિયન થઈ જશે. ભારતમાં આ સંક્રમણના વિસ્ફોટને રોકવા માટે આપણી પાસે એક માસથી વધારે સમય નથી. આપણે તેને રોકવું પડશે. તેમણે એમ પણ કહ્યુ છે કે દેશમાં મોટાભાગના કેસ પ્રવાસીઓ સાથે સંબંધિત છે.

  કમિટીના ડોક્ટરે ચેતવણી આપતા કહ્યુ છે કે આપણે ભારતમાં સંક્રમણના ફેલાવાને રોકી શકીએ નહીં. આપણી પાસે પોતાની સિસ્ટમને સક્રિય કરવા માટે 1 માસનો સમય છે. જેથી પરિસ્થિતિ આપણા હાથમાંથી નીકળી જશે. તેમણે કહ્યુ છે કે જો આપણે પોતાની સિસ્ટમનો ઉપયોગ સમય પર કરીએ છીએ, તો પણ ભારત જેવા દેશમાં ઓમિક્રોનના ચેપના વધવાની આશંકા ઘણી પ્રબળ છે. મહત્વપૂર્ણ છે કે કેરળમાં હજી સુધી ઓમિક્રોનના 35થી વધારે કેસો સામે આવી ચુક્યા છે.

  ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટે કેન્દ્ર અને વિભિન્ન રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની સરકારને ચિંતામાં નાખી દીધી છે. અત્યાર સુધીમાં દેશના 15થી વધારે રાજ્યોમાં આ વેરિએન્ટના કેસ મળ્યા છે. ઘણાં રાજ્યોમાં ઓમિક્રોનના વધતા ખતરાને જોતા પ્રતિબંધોની વાપસી પણ થવા લાગી છે. કેન્દ્ર સરકારે દેશમાં લોકોને બૂસ્ટર ડોઝ આપવાને લઈ મંથન પણ શરૂ કર્યું છે. ટ્રાન્સલેશનલ હેલ્થ સાયસન્સ એન્ડ ટેક્નોલોજી ઈન્સ્ટીટ્યૂટને આ જવાબદારી આપવામાં આવી છે કે તે બૂસ્ટર ડોઝ આપવાને લઈને અધ્યયન કરે. તેના હેઠળ શરૂઆતમાં લગભગ 3000 લોકોને બૂસ્ટર ડોઝ આપીને રિસર્ચ કરવામાં આવશે કે દેશમાં લોકોને વધારાની રસની જરૂરત છે કે નહીં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW