HomeNationalInter NationalUAE ને બેલેસ્ટિક મિસાઈલ નિર્માણમાં ચીનનો હાથ, અમેરિકાનો દાવો

UAE ને બેલેસ્ટિક મિસાઈલ નિર્માણમાં ચીનનો હાથ, અમેરિકાનો દાવો

સાઉદી અરેબિયા ચીન સાથે મળીને પોતાની ખુદની બેલેસ્ટિક મિસાઈલોનું નિર્માણ કરી રહ્યું છે. અમેરિકાની ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ અને સેટેલાઈટ ઈમેજમાં સાઉદી અરેબિયા મિસાઈલ નિર્માણ પ્લાન્ટ પણ જોવા મળ્યો છે. આશંકા વ્યક્ત કરાય રહી છે કે હવે બાઈડન પ્રશાસન માટે ઈરાનના પરમાણુ શસ્ત્રોના નિર્માણને રોકવાનું પણ મુશ્કેલ થવાની શક્યતા છે.

સીએનએનએ અમેરિકાની ગુપ્તચર એજન્સીના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે સાઉદી અરેબિયા પહેલેથી જ ચીન પાસેથી બેલેસ્ટિક મિસાઈલ ખરીદી રહ્યું છે. પરંતુ તે અત્યાર સુધીમાં પોતાની ખુદની મિસાઈલ બનાવવામાં સક્ષણ નથી. સીએનએનએ સેટેલાઈટ ઈમેજના આધારે દાવો કર્યો છે કે સાઉદી કિંગ્ડમ હાલમાં ઓછામાં ઓછા એક સ્થાન પર હથિયારોનું નિર્માણ કરી રહ્યું છે.

વ્હાઈટહાઉસમાં નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સહીત ઘણી અમેરિકન ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓએ તાજેતરના મહિનાઓમાં જ આ ટોપ સિક્રેટ ગુપ્તચર જાણકારી સંદર્ભે બ્રીફિંગ આપ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ચીન અને સાઉદી અરેબિયા વચ્ચે સંવેદનશીલ બેલેસ્ટિક મિસાઈલ તકનીકની મોટા પ્રમાણમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. બાઈડન પ્રશાસન હવે આના સંદર્ભે આકલન કરી રહ્યું છે કે શું સાઉદી અરેબિયાની બેલેસ્ટિક મિસાઈલ બનાવવાની કોશિશ રિઝનલ પાવર ડાયનેમિક્સને બદલી શકે છે અથવા નહીં ?

હથિયાર વિશેષજ્ઞ અને મિડિલબરી ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ટરનેશલ સ્ટડીઝના પ્રોફેસર જેફરી લુઈસે પ્રમાણે, હાલમાં દુનિયાનું ધ્યાન ઈરાનના મોટા બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમ પર કેન્દ્રીત છે. આ કેન્દોરની તપાસ પણ કરવામાં આવે છે. બીજી તરફ સાઉદી અરેબિયાએ બેલેસ્ટિક મિસાઈલોના ઉત્પાદનને સમાન સ્તરથી તપાસ કરવાની મંજૂરી આપી નથી. બીજી તરફ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ છે કે સાઉદી અરેબિયા અને ચીન વ્યાપક રણનીતિક ભાગીદાર છે.બંને દેશોએ સૈન્ય વ્યાપાર ક્ષેત્ર સહીત તમામ ક્ષેત્રોમાં મૈત્રીપૂર્ણ સહયોગ બનાવી રાખ્યો છે.

સીએનએન દ્વારા ચીનના વિદેશ મંત્રાલયને સવાલ પુછવામાં આવ્યો કે શું ચીન અને સાઉદી અરેબિયા વચ્ચે સંવેદનશીલ બેલેસ્ટિક મિસાઈલતકનીકનું તાજેતરમાં હસ્તાંતરણ થયું છે. તેના પર ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ હતુ કે બંને દેશ વ્યાપક રણનીતિક ભાગીદાર છે અને સૈન્ય વ્યાપારના ક્ષેત્ર સહીત તમામ ક્ષેત્રમાં મૈત્રીપૂર્ણ સહયોગ બનાવી રાખ્યો છે. આ પ્રકારે સહયોગ કોઈપણ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરતો નથી અને તેમા સામુહિક વિનાશના હથિયારોનો પ્રસાર સામેલ નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW