HomeGujaratબાળ સંજીવી કેન્દ્રની બે મહિલાઓ રૂ.1000ની લાંચ લેતા ઝડપાઈ

બાળ સંજીવી કેન્દ્રની બે મહિલાઓ રૂ.1000ની લાંચ લેતા ઝડપાઈ

અત્યાર સુધી મોટાભાગના કેસમાં એવું જોવા મળ્યું છે કે, જ્યારે પણ લાંચ કેસ સામે આવે છે ત્યારે એમાં પુરૂષો હોય છે. પણ બનાસકાંઠાના બાળ સંજીવી કેન્દ્રની બે મહિલાઓ રૂ.1000ની લાંચ લેતા ઝડપાઈ છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના હેલ્થ ઓફિસમાં બાળ સંજીવની કેન્દ્રના આસિ. ન્યુટ્રીશન ઓફિસર તથા કુક-હેલ્પર કુપોષિત બાળકોને સરકાર તરફથી મળતી સહાયના લાભાર્થી પાસેથી રૂ.1000ની લાંચ લેતા પાટણ LCBએ પકડી લીધી છે.

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી બાળ સંજીવની યોજના અંતર્ગત કુપોષિત બાળકોના વાલીઓને રૂપિયા પાંચ હજારની મદદ કરવાામાં છે. જેમાં ધાનેરા તાલુકા હેલ્થ ઓફિસમાં ધાનેરા તાલુકાની એક મહિલાએ પોતાની બે બાળકીઓ માટે કુપોષિત યોજના અંતર્ગત સહાય મેળવવા અરજી કરી હતી. જે સહાયના નાણાં અપાવવા માટે ધાનેરા હેલ્થ ઓફિસના બાળ સંજીવની કેન્દ્ર વિભાગના આસિસ્ટન્ટ ન્યુટ્રીશન ઓફિસર ટીનાબેન ડાયાભાઈ દેવડા તેમજ બાલ સંજીવની કેન્દ્રના કુક કમ હેલ્પર વસંતીબેન નરેન્દ્રભાઈ ચૌહાણ તરફથી લાભાર્થી પાસે રૂપિયા એક હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી. જે વાસ્તવિક રકમ કરતા વધારાના પૈસા હતા. આ વાતની જાણ એન્ટી કરપ્શન બ્યૂરોને કરવામાં આવી હતી. એ પછી એન્ટી કરપ્શન બ્યૂરોએ એક ચોક્કસ યોજના ઘડી કાઢી હતી. થોડા દિવસ પહેલા મોરબી પ્રાંત અધિકારી ડી એન ઝાલાની ઓફિસના ક્લાર્ક નિર્મળ ખુંગલા 75 હજારની લાંચ લેતા રંગેહાથ અમદાવાદ એસીબી ટીમના હાથે ચડી ગયા હતા. આ બનાવમાં અરજદાર દ્વારા ફડસર ગામ નજીક રસ્તો ખુલ્લો કરવા અરજી કરી હતી. જેમાં ક્લાર્ક નિર્મળ ખુંગલા દ્વારા અરજદાર પાસે 75000 રૂપિયાની લાંચ માંગી હતી.

બીજી તરફ વલસાડના કપરાડા તાલુકાની નંદગામ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગણેશ કનુભાઈ પટેલે પ્રાથમિક શાળામાં ઉચ્ચતર પગારના ધોરણે યોજાયેલા કેમ્પના આયોજનમાં શિક્ષણ તરીકે નોકરી કરતા અને ઉચ્ચત્તર પગાર મળવા પાત્ર હોય તેવા શિક્ષકોની ફાઈલ ક્લિયર કરવા માટે એક અરજદાર પાસેથી રૂ.500ની લાંચની માંગણી કરી હતી જે વાત ફરિયાદીએ એસીબીને જાણ કરતા એસીબીએ છટકું ગોઠવી શિક્ષણ ગણેશ કનુભાઈ પટેલને રૂ.500ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW